Not Set/ સુરતમાં LPG ગેસ રિફિલિંગનું કૌંભાડનો પર્દાફાશ થયો, 1ની ધરપકડ

સુરતમાં LPG ગેસ રિફિલિંગનું કૌંભાડનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લાના કામરેજના પરબ ગામમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું.

Top Stories Gujarat Surat

સુરતમાં LPG ગેસ રિફિલિંગનું કૌંભાડનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લાના કામરેજના પરબ ગામમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું. પરબ ગામમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગ રેકેટ ઝડપી પાડ્યું. પરબ ગામના વિસ્તારમાં ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગની 2 દુકાનમાં આ ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતુ હતું. પોલીસે બંને દુકાનો પર પાડેલા દરોડામાં 1 વ્યક્તિની ધરપકડ કરી ગેસની બોટલો, વજન કાંટા સહિતનો મુદામાલ કબજે કર્યો.

કામરેજ પોલીસે રાંધણ ગેસનો કાળોબાર કરનાર લોકો પર દરોડા પાડતા અસમાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો. કામરેજ વિસ્તારમાં શ્રી દેવ સ્ટોર્સ અને માતેશ્વર નામની દુકાનમાં રાંધણગેસના સિલિન્ડરનો કાળો કારબાર ચાલતો હતો. બંને દુકાનો પર દરોડા પાડી પોલીસે ગેસની બોટલો સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….