દિલ્હીનાં દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર શાંબ્દિક પ્રહારો કર્યા હતા, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, એનઆરસી રાજીવ ગાંધી લઇને આવ્યા હતા ત્યારે તે બિનસાંપ્રદાયિક હતુ, અને હવે સોનિયા ગાંધી તેનો જ વિરોધ કરી રહ્યા છે, તેમણે આરોપ લગાવ્યો કે નાગરિકતા સુધારણા કાયદા પર વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યુ રહ્યુ છે.
અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારે જે રાજકીય વિરોધ કરવો હોય તે કરો, ભાજપની મોદી સરકાર તમામ શરણાર્થીઓને નાગરિકતા આપશે, તેઓ ભારતનાં નાગરિક બનશે અને આદર સાથે રહેશે, પાકિસ્તાનમાંથી આવેલા ઘણા દલિત ભાઈ-બહેનો જે દિલ્હી અને હરિયાણાની સરહદો પર રહે છે, જે બિલનો વિરોધ કરે છે, તેઓ જાય અને તેમની પાસેથી જાણકારી લઇ લે. 30-40 વર્ષથી બીજી-ત્રીજી પેઢી આવવાની થઇ પરંતુ તેમને નાગરિકતા મળી નથી.
Home Minister Amit Shah in Delhi on #CitizenshipAmendmentAct: Aapko jo rajnitik virodh karna hai wo karo, Bharatiya Janata Party ki Modi sarkar firm hai. Ye sabhi sharanarthiyo ko nagrikata milegi, vo Bharat ke nagrik banenge aur samman ke sath duniya me rahenge. pic.twitter.com/JKyTbDMx4K
— ANI (@ANI) December 17, 2019
શાહે કહ્યું કે, હું ફરીથી કહેવા માંગુ છું કે આમા નાગરિકતા લેવાની નહી પણ આપવા માટેની જોગવાઈ છે. હું બધા લોકોને કહેવા માંગુ છું કે, આ કાયદાનો અભ્યાસ કરો, તમારી પાસે જે માહિતી છે તે ખોટી છે, તેમાં કંઈક એવું હોય કે કાયદો કોઈની સામે અન્યાય કરતો હોય તો તમે અમને કહો.. મોદી સરકાર કોઈની વિરુદ્ધ અન્યાય કરતી નથી .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
