National News/ પંખો હવા નથી બનાવતો, તો કરે છે શું? CM મોહન યાદવનું નિવેદન વાયરલ, જાણો વિજ્ઞાન શું કહે છે!

CM Mohan Yadav એ કહ્યું કે પંખો હવા બનાવતો નથી, પરંતુ પહેલેથી રહેલી હવાને ગતિ આપે છે. જાણો પંખો કેવી રીતે કામ કરે છે અને વિજ્ઞાન શું કહે છે.

Top Stories India Trending
CM Mohan Yadav: જાણો પંખો ખરેખર કેવી રીતે કામ કરે છે?

Madhya pradesh News: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું (CM Mohan Yadav) પંખા અંગેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે. AI સંબંધિત એક કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે “પંખો હવા બનાવતો નથી, હવા પહેલેથી ( Fan Statement) જ હોય છે, પંખો તેને હલાવે છે.”

CM Mohan Yadav એ શું કહ્યું?

મોહન યાદવે પંખો કેવી રીતે કામ કરે છે તે સરળ રીતે સમજાવતા કહ્યું કે રૂમમાં હવા પહેલેથી હાજર હોય છે. પંખો નવી હવા ઉત્પન્ન કરતો નથી, પરંતુ તેના બ્લેડ હવાને ગતિ (Science Behind Fan) આપે છે અને હવાનો પ્રવાહ બનાવે છે.

વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સીલિંગ ફેનમાં મોટર વીજળીની ઊર્જાને પરિભ્રમણ ગતિમાં ફેરવે છે. આ ગતિથી પંખાના બ્લેડ હવા પર બળ લગાવે છે અને રૂમમાં હવાનો પ્રવાહ સર્જાય છે. પંખો સામાન્ય રીતે રૂમની હવાનું તાપમાન સીધું ઘટાડતો નથી. હવાનો પ્રવાહ શરીર પરથી પરસેવાનું બાષ્પીભવન ઝડપી બનાવે છે, જેના કારણે આપણને ઠંડકનો અનુભવ થાય છે.

મુખ્યમંત્રીના (Madhya Pradesh CM) આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો ( Mohan Yadav Viral Statement) અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, નિવેદનનો મૂળ અર્થ જોવામાં આવે તો પંખો ખરેખર નવી હવા બનાવતો નથી, પરંતુ પહેલેથી રહેલી હવાને ગતિ આપે છે. અર્થાત્, “પંખો હવા બનાવતો નથી, હવાને ગતિ આપે છે”  આ વાતને સરળ ભાષામાં સમજાવવા માટે મોહન યાદવનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.


આ પણ વાંચો: બેંગલુરુ એરપોર્ટથી મુસાફરી કરનારાઓ માટે રાહત: AERAએ UDF ઘટાડ્યો, 1 સપ્ટેમ્બરથી નવા દર લાગુ

આ પણ વાંચો: 4 વર્ષથી નાના બાળકોને કફ-એલર્જીની આ દવા નહીં આપી શકાય, કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી

આ પણ વાંચો: ઝારખંડમાં સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ! 3 એન્જિનિયરોના મોત, મજૂર ગંભીર રીતે ઘાયલ