New Delhi: નાના બાળકોને શરદી, ઉધરસ અને એલર્જીના લક્ષણોમાં આપવામાં આવતી કેટલીક દવા (Children Medicine Ban)ઓને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideના સંયોજનથી બનેલી Fixed-Dose Combination (FDC) દવાઓ હવે 4 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. કેન્દ્રના નવા આદેશ હેઠળ આ કોમ્બિનેશન ધરાવતી દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર 4 વર્ષથી નાના બાળકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ દવા કંપનીઓ માટે પેકિંગ પર સ્પષ્ટ ચેતવણી લખવી ફરજિયાત બનાવવામાં આવી છે.
દવાના પેકિંગ પર સ્પષ્ટ ચેતવણી ફરજિયાત
નવા નિયમ મુજબ, આવી દવાઓના દરેક પેક, લેબલ, બોક્સ, Package Insert અને Promotional Material પર સ્પષ્ટપણે ‘4 વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ કરવો નહીં’ તેવી વૈધાનિક ચેતવણી છાપવી પડશે. આ નિયમ માત્ર કોઈ એક બ્રાન્ડ કે ચોક્કસ પ્રોડક્ટ પૂરતો મર્યાદિત નથી. Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideનું આ કોમ્બિનેશન ધરાવતી તમામ સંબંધિત દવાઓને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવી છે.
Children Medicine Ban: શરદી અને એલર્જીના લક્ષણોમાં થતો હતો ઉપયોગ
આ પ્રકારની દવા (Children Medicine Ban)ઓનો ઉપયોગ સામાન્ય રીતે બંધ અથવા વહેતું નાક, છીંક, એલર્જી અને ફ્લૂ જેવા લક્ષણોમાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. જોકે, નાના બાળકોમાં આ દવાઓના ઉપયોગ અંગે સલામતીના પ્રશ્નો ઉભા થયા હતા. નિષ્ણાતોની સમીક્ષા અને Drugs Technical Advisory Board (DTAB) સાથે સંબંધિત ચર્ચા બાદ 4 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ કોમ્બિનેશનને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નાના બાળકો માટે કેમ લેવાયો નિર્ણય?
નિષ્ણાત સમીક્ષામાં જણાવાયું હતું કે શિશુઓ અને 4 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આવા કોમ્બિનેશનના ઉપયોગથી ગંભીર આડઅસર અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમ ઊભા થઈ શકે છે. નાના બાળકોના શરીરમાં દવાઓની અસર મોટા બાળકો અને પુખ્ત વયના લોકો કરતાં અલગ હોઈ શકે છે. તેથી આ ઉંમરના બાળકોમાં બિનજરૂરી અથવા અયોગ્ય દવાના ઉપયોગને રોકવા માટે સરકાર દ્વારા આ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. સરકારના નિર્ણય પાછળનો મુખ્ય હેતુ નાના બાળકોને સંભવિત જોખમોથી બચાવવાનો અને દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
અગાઉના પ્રતિબંધ કરતાં હવે નિયમ વધુ વ્યાપક
અગાઉ આ પ્રકારના પ્રતિબંધો ચોક્કસ દવાઓ અથવા પ્રોડક્ટ્સ સુધી મર્યાદિત હતા. નવા આદેશમાં Chlorpheniramine Maleate અને Phenylephrine Hydrochlorideનું કોમ્બિનેશન ધરાવતી સંબંધિત તમામ FDC દવાઓને આવરી લેવામાં આવી છે. આથી માતા-પિતાએ બાળકો માટે શરદી, ઉધરસ કે એલર્જીની દવા આપતા પહેલાં દવાનું લેબલ ધ્યાનથી વાંચવું અને ખાસ કરીને 4 વર્ષથી નાના બાળક માટે દવા (Children Medicine Ban) આપવાની હોય તો તબીબી સલાહ લેવી જરૂરી છે.
Drugs and Cosmetics Actની Section 26A હેઠળ કાર્યવાહી
કેન્દ્ર સરકારે આ નિર્ણય Drugs and Cosmetics Act, 1940ની Section 26A હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને લીધો છે. સત્તાવાર ગેઝેટમાં આદેશ પ્રકાશિત થયા બાદ નિયમ સમગ્ર દેશમાં લાગુ થયો છે. દવા ઉત્પાદકો, ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર્સને નવા નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ અથવા સંબંધિત પક્ષો સામે Drugs and Cosmetics Act હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
માતા-પિતાએ શું ધ્યાન રાખવું?
4 વર્ષથી નાના બાળકોને શરદી, ઉધરસ કે એલર્જી માટે પોતાની રીતે દવા (Children Medicine Ban) આપવાનું ટાળવું જોઈએ. દવાના પેકિંગ પર રહેલા ઘટકો અને ઉંમર સંબંધિત ચેતવણી તપાસવી જરૂરી છે. ખાસ કરીને Chlorpheniramine Maleate + Phenylephrine Hydrochloride કોમ્બિનેશન ધરાવતી દવા બાળકને આપતા પહેલાં ડૉક્ટર અથવા યોગ્ય આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી વધુ સુરક્ષિત છે.
આ પણ વાંચો:કફ અને ગળામાં થતો દુખાવો મટાડશે આ જડીબુટ્ટી સમાન પીણું
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું વેચાણ: જાણો કેટલા મેડિકલ સ્ટોરે દવા આપવા તૈયારી દર્શાવી
આ પણ વાંચો:બાળકોની દવાના નામે શંકાસ્પદ ધંધો? કપડવંજના દવાખાનામાં FDCAનો દરોડો, 160 બોટલો મળી
