Tech News/ ગ્રાહક ડેટા ગોપનીયતા ભંગ બદલ યુરોપમાં ડીપીએ ની મોટી કાર્યવાહી: ઉબેર (Uber) પર 7700 કરોડથી વધુનો દંડ

ડ્રાઈવરોના એકાઉન્ટ ઓટોમેટેડ સિસ્ટમથી ડીએક્ટિવેટ કરવા અને GDPR નિયમોના ઉલ્લંઘન બદલ યુરોપમાં ઉબેર (Uber )પર €825 મિલિયનનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

Tech & Auto
Uber And a major setback in Europe

Tech & Auto : ડિજિટલ ડેટા સુરક્ષા અને ગ્રાહક પ્રાઈવસીના નિયમોના ઉલ્લંઘન બદલ યુરોપિયન યુનિયનમાં મોટી ટેકનોલોજી કંપનીઓ પર શિકંજો વધુ મજબૂત બની રહ્યો છે. ડચ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (DPA) એ રાઈડ-હેલિંગ સર્વિસ આપતી જાણીતી બહુરાષ્ટ્રીય કંપની ઉબેર (Uber) પર €825 મિલિયન (લગભગ 7700 કરોડથી વધુ) નો ભારે દંડ ફટકાર્યો છે.ડ્રાઈવરોના એકાઉન્ટ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય (Deactivate) કરવા અને પ્રાઈવસી નિયમોમાં અપૂરતી પારદર્શકતા દાખવવાનો કંપની પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

Uber  : ઓટોમેટેડ સિસ્ટમ અને હ્યુમન રિવ્યુના અભાવ અંગે કાર્યવાહી

ઓગસ્ટ 17 ના રોજ જારી કરાયેલા નિર્ણય મુજબ, યુરોપિયન ડેટા પ્રોટેક્શન રૂલ્સ (GDPR) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.ઉબેર દ્વારા ડ્રાઈવરોના ખાતા સસ્પેન્ડ કે ડીએક્ટિવેટ કરવા માટે પૂરતા માનવ સમીક્ષા (Human Review) વિના ઓટોમેટેડ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ડ્રાઈવરોને તેમના એકાઉન્ટ બંધ થવા પાછળના યોગ્ય કારણો કે સ્પષ્ટતા આપવા માટે પૂરતી માહિતી આપવામાં આવતી નહોતી.

યુરોપના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) હેઠળ કરવામાં આવેલો આ બીજો સૌથી મોટો દંડ છે. અગાઉ 2023 માં મેટા (Meta) કંપની પર દ્રાહકોના ડેટા ટ્રાન્સફર મુદ્દે €1.2 બિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :વિદેશી બજારોમાં ભારતીય EV નો ડંકો;યુરોપ બન્યું ‘મેડ-ઈન-ઈન્ડિયા’ ઇલેક્ટ્રિક કારનું સૌથી મોટું માર્કેટ!

આ પણ વાંચો :સરકારી કચેરીમાં ક્યાં અને કેટલી લાંચ? ભારતીય વિદ્યાર્થીની Bribes.fyi વેબસાઇટ ખોલશે ભ્રષ્ટાચારની પોલ

આ પણ વાંચો :શોરૂમનો વીમો લેવાનો ઇનકાર કર્યો તો કારની ડિલિવરી રોકી શકાય? જાણો ગ્રાહકના અધિકારો