Not Set/ Jio આપશે દરેક બ્રોડબેન્ડ કનેક્શન સાથે ફ્રી સેટ ટોપ બોક્સ, જાણો વિશેષ

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) અને કેબલ સબ્સ્ક્રાઇબર્સને આકર્ષિત કરવા માટે દરેક બ્રોડબેન્ડ કનેક્શન સાથે મફત સેટ-ટોપ બોક્સ પ્રદાન કરી શકે છે. સુત્રોએ આ માહિતી આપી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની September થી એટલે કે ગુરુવારથી ઓપ્ટિકલ ફાઇબર આધારિત જિઓફાઇબર બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા જઈ રહી છે. સુત્રોએ જણાવ્યું છે કે, જિયોફાઇબરનાં […]

Top Stories Tech & Auto

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) અને કેબલ સબ્સ્ક્રાઇબર્સને આકર્ષિત કરવા માટે દરેક બ્રોડબેન્ડ કનેક્શન સાથે મફત સેટ-ટોપ બોક્સ પ્રદાન કરી શકે છે. સુત્રોએ આ માહિતી આપી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની September થી એટલે કે ગુરુવારથી ઓપ્ટિકલ ફાઇબર આધારિત જિઓફાઇબર બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા જઈ રહી છે.

સુત્રોએ જણાવ્યું છે કે, જિયોફાઇબરનાં તમામ ગ્રાહકોને સેટ ટોપ બોક્સ વિના મૂલ્યે આપવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે, જીઓફાઇબર ગ્રાહકોને આજીવન લેન્ડલાઈનથી ફ્રી વોઇસ કોલ, 700 રૂપિયાથી શરૂ થતા પ્લાન પર 100 MBPS થી 1 GB પ્રતિ સેકન્ડ ની બ્રોડબેન્ડ સ્પીડ અને વાર્ષિક પ્લાન માટેની પ્રતિબદ્ધતા પર મફત એચડી ટીવી સેટ આપવાની જાહેરાત કરી છે.

સુત્રોએ જણાવ્યું છે કે, જીઓફાઇબરનાં ગ્રાહકોને પ્રમુખ મનોરંજક મોબાઇલ એપ્લિકેશનો દ્વારા મૂવીઝ અને અન્ય વીડિયો સામગ્રી મળશે. આ ચાર્જ માસિક બ્રોડબેન્ડ કનેક્શનમાં જ શામેલ કરવામાં આવશે અને ગ્રાહકોએ આ માટે અલગ ફી ચૂકવવી પડશે નહીં. સુત્રોએ જણાવ્યું કે, સેટ ટોપ બોક્સ ટીવી સેટ પર વીડિયો કોલિંગ સેવાઓ પણ પ્રદાન કરશે. આ સેવા માટે, ઉપભોક્તાએ સેટ ટોપ બોક્સથી કેમેરાને કનેક્ટ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.