Not Set/ અમિતાભની આ જાહેરાત પર ગુસ્સે ભરાયા વકિલો, ફટકારી દીધી નોટિસ

દિલ્હી, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક જાહેરાતને લઈને ચર્ચાનો વિષય બનેલા છે. આ જાહેરાતના કારણે અમિતાભ બચ્ચન કાનૂની મુસીબતમાં ફસાઈ શકે છે. આ જાહેરાત એવેરેસ્ટ મસાલા સાથે જોડાયેલી છે. આ મામલે દિલ્હી બાર કાઉન્સિલે અમિતાભ બચ્ચનને નોટીસ મોકલી છે. દિલ્હી બાર કાઉન્સિલે બુધવારે અમિતાભ બચ્ચનને,મસાલા કંપનીને, યુટ્યુબ અને એક મીડિયા હાઉસ સામે જાહેરાતમાં એડવોકેટના કપડાનો ઉપયોગ […]

Trending Entertainment

દિલ્હી,

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક જાહેરાતને લઈને ચર્ચાનો વિષય બનેલા છે. આ જાહેરાતના કારણે અમિતાભ બચ્ચન કાનૂની મુસીબતમાં ફસાઈ શકે છે. આ જાહેરાત એવેરેસ્ટ મસાલા સાથે જોડાયેલી છે. આ મામલે દિલ્હી બાર કાઉન્સિલે અમિતાભ બચ્ચનને નોટીસ મોકલી છે.

દિલ્હી બાર કાઉન્સિલે બુધવારે અમિતાભ બચ્ચનને,મસાલા કંપનીને, યુટ્યુબ અને એક મીડિયા હાઉસ સામે જાહેરાતમાં એડવોકેટના કપડાનો ઉપયોગ કરવા વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ કાનૂની વ્યવસાયની ગરિમાને કમજોર કહે છે.  જણાવીએ કે 26 ઓક્ટોબરે થયેલ બાર કાઉંસિલ ઓફ દિલ્હીની બેઠકમાં આ જાહેરાતની ચર્ચા કરવામાં આવી હતી અને કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ મસાલા કંપનીની આ જાહેરાતમાં અમિતાભ બચ્ચન વકિલનો ડ્રેસ પહેરીને રૂમમાં બેઠા છે અને તેમના બે જુનિયરો પાઉભાજી લઇને આવે છે. અમિતાભ બચ્ચન મસાલાના બ્રાન્ડને ખાવા અને પ્રોત્સાહન આપવાની પ્રશંસા કરે છે.

બાર કાઉન્સિલનું કહેવું છે કે આ જાહેરત પછી વકિલની વર્દીની ગરિમા જળવાઇ નથી. આવા પ્રકારની જાહેરાત માટે બાર કાઉન્સિલની પરવાનગી મેળવવી આવશ્યક હતી.

બારના ચેરમેન સી મિત્તલે જણાવ્યું હતું કે આ બાબતે એડવોકેટ બોડીએ ચેતવણી પત્ર જાહેર કર્યો છે. આ પત્ર હેઠળ, અભિનેતા, એવરેસ્ટ મસાલા, યુ ટ્યુબ અને મીડિયાએ કહ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ જાહેરાતમાં વકીલોના પોશાકનો ઉપયોગ કરશો નહીં.

જણાવીએ કે, થોડા સમય પહેલા એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં બેંક કર્મચારીની છબી અને કાર્યશેલીને ખોટી રીતે દર્શાવવાનો આરોપ અમિતાભ બચ્ચ પર લાગ્યો હતો અને હવે બીજી વાર જાહેરાતના ચક્કરમાં અમિતાભ કાનૂની મુસીબતમાં ફસાઈ ગયા છે.