Entertainment News/ સલમાન ખાનથી લઈને દિલજીત સુધી, કરણ જોહરના કાઉચ પર ધમાકો કરવા તૈયાર આ બોલિવૂડ સિતારાઓ!

કોફી વિથ કરણની 9 (Koffee With Karan 9) મી સીઝનમાં સલમાન ખાન પહેલા સોલો ગેસ્ટ તરીકે હાજરી આપશે. આ સાથે ‘દિલ ચાહતા હૈ’ની કાસ્ટ, દિલજીત, વિકી કૌશલ અને રશ્મિકા-વિજય જેવા સ્ટાર્સ શોમાં રોમાંચ વધારશે.

Entertainment
Koffee With Karan 9 A big blast

Entertainment News : એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે ધમાકો મચાવવા માટે કરણ જોહરનો ચર્ચિત શો ‘કોફી વિથ કરણ’ તેની 9મી સીઝન (Koffee With Karan 9)સાથે પુનઃ પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે. ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે શોના ગેસ્ટ લિસ્ટને લઈને હવે મોટી વિગતો સામે આવી રહી છે, જેમાં સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)થી લઈને અન્યોના નામો ચર્ચામાં છે.

Koffee With Karan 9 : પ્રીમિયર એપિસોડમાં સલમાન ખાનની સોલો એન્ટ્રી

મળતી માહિતી મુજબ, 9મી સીઝનના ઉદ્ઘાટન એપિસોડમાં સલમાન ખાન એકલા જ મહેમાન (Guest)તરીકે હાજરી આપશે. તેમણે પોતાની હાજરી કન્ફર્મ કરી દીધી છે. ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન આ શો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (Streaming platform)પર રજૂ થવાની ધારણા છે.

આ આઇકોનિક જોડીઓ અને બોલિવૂડ સ્ટાર્સ મચાવશે ધમાલ

આ સીઝનમાં બોલિવૂડની કેટલીક સુપરહિટ જોડીઓ અને ટીમો એકસાથે જોવા મળી શકે છે.

‘દિલ ચાહતા હૈ’ રીયુનિયન: આમિર ખાન, સૈફ અલી ખાન, ફરહાન અખ્તર અને અક્ષય ખન્ના

મનોરંજક જોડીઓ: દિલજીત દોસાંઝ સાથે વિકી કૌશલ, જ્યારે ક્રીતિ સેનન સાથે વરુણ ધવન

રોમાન્સ અને ચર્ચા: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના

અન્ય જાણીતા ચહેરાઓ: સમય રૈના, ફરાહ ખાન, કરીના કપૂર, કાજોલ, જયા બચ્ચન, અહાન પાંડે અને અનિત પઢ્ઢા

20 વર્ષ જૂનો રોમાંચક સફર

ઈસવી સન 2004 થી શરૂ થયેલો આ ચેટ શો અત્યાર સુધી 8 સફળ સીઝન પૂર્ણ કરી ચૂક્યો છે. ક્યારેક વિવાદો તો ક્યારેક

ખુલાસાઓને કારણે શો હંમેશાં દર્શકોનો પ્રિય રહ્યો છે. નિર્દેશક તરીકે કરણ જોહરે 1998 માં ‘કુછ કુછ હોતા હૈ’થી સફળ શરૂઆત કર્યા બાદ ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’ અને તાજેતરમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી સુપરહિત ફિલ્મો આપી છે.


આ પણ વાંચો :રેડ કાર્પેટ પર ફોટો સેશન દરમિયાન વાગ્યું રાષ્ટ્રગાન, ભૂમિ પેડનેકરે પોઝ આપવાનું રોકી જીત્યા લાખો દિલ!

આ પણ વાંચો :ખિસ્સામાં કેશ નહોતી તો પાપારાઝીએ કરી રિતેશની મદદ; હવે એક્ટર ઉધાર ચૂકવવા શોધી રહ્યો છે તે દાનવીરને!

આ પણ વાંચો :વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષય કુમારની એલિયન એક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ