કચ્છમાં સૌથી મોટા ગણાતા લોકમેળાનો આજથી આરંભ થયો હતો. જિલ્લામાં સારા વરસાદના કારણે 4 દિવસ ચાલનાર આ મોટા પક્ષના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. તેમજ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 12 પીએસઆઈ અને 200 પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમજ સીસીટીવી કેમેરા મારફતે લોકો ઉપર સતત નજર રાખવામાં આવશે. આ મેળામમાં સોમવારે રાતે મારા મંડળ અને મંગળવારે બખ મલાખડો યોજાશે.

કચ્છનો સૌથી મોટામાં મોટો અને મીની તરણેતર સમાન મોટા યક્ષના લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે. જિલ્લામાં સારા વરસાદના કારણે 4 દિવસીય મેળામાં પાંચેક લાખ લોકો ઉમટી પડશે તેવી શકયતા છે, સાથે જ અસામાજિક તત્વો પર નજર રાખવા ડીવાયએસપીના માર્ગદર્શન તળે 12 પીએસઆઇ અને 200 પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.
કચ્છવાસીઓ મોટા યક્ષના મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ મેળા દરમિયાન આજે રાત્રે સંતવાણી, કાલે રામા મંડળ અને મંગળવારે બખ મલાખડો યોજાવાનો છે. મીની તરણેતર સમાન આ મેળામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. મેળાની ખાસિયતોની વાત કરીએ તો, ખાણીપીણીની સાત બજારો ઉપરાંત 300 થી વધુ સ્ટોલ્સ, ચકડોળ, મોતનો કૂવો, જાદુગર તેમજ મનોરંજનના સાધનો જોવા મળશે. ખાસ તો કચ્છભરમાંથી લોકો આ મેળાને મહાલવા માટે ઉમટી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
