Gujarat Weather/ ગુજરાતમાં અકાળ ગરમીનો પ્રકોપ, હીટવેવની ચેતવણી, તાપમાન 39 ડિગ્રીને પાર

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ભુજમાં 39°C જ્યારે અમદાવાદમાં 38-39°C સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. IMDએ રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હીટવેવ (Heatwave) જેવી સ્થિતિ રહેવાની ચેતવણી આપી છે.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather: ગુજરાતમાં ઉનાળાના તેવર વહેલા દેખાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી તાજેતરની આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવ (Heatwave) જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઉત્તર-પશ્ચિમ પવનોના કારણે ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં નોંધાયેલ તાપમાન

શહેરો

તાપમાન

ભુજ 39 ડિગ્રી
રાજકોટ 38.8 ડિગ્રી
સુરેન્દ્રનગર 38.7 ડિગ્રી
 ગાંધીનગર / વડોદરા 38 ડિગ્રી
અમદાવાદ 37.6 ડિગ્રી
 ડીસા 37.2 ડિગ્રી
કેશોદ 37 ડિગ્રી

અનેક જિલ્લામાં હીટવેવ (Heatwave) એલર્ટ

માહિતી અનુસાર, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જે આગામી 4 દિવસ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ કોઈ મોટો ફેરફાર નહીં થાય.સૌરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારોમાં 9થી 11 માર્ચ સુધી હોટ એન્ડ હ્યુમિડ સ્થિતિ રહેશે, જેનાથી અસ્વસ્થતા વધશે.

ગુજરાત રિજનના કોસ્ટલ ભાગો (ભરૂચ, સુરત, નવસારી, વલસાડ)માં 9થી 10 માર્ચ દરમિયાન હીટવેવ જેવી અસર અને હોટ-હ્યુમિડ કન્ડિશન રહેવાની શક્યતા.IMDએ વેસ્ટ રાજસ્થાનમાં આઇસોલેટેડ જગ્યાએ હીટવેવની (Heatwave) ચેતવણી જારી કરી છે, જેની અસર ગુજરાતના અમુક ભાગોમાં પણ પડી શકે છે.

માર્ચ મહિનામાં ગુજરાતમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી છે.માર્ચથી મે દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે.હીટવેવના (Heatwave) દિવસોની સંખ્યા ઉપરની તરફ રહેશે, ખાસ કરીને પૂર્વ અને પૂર્વ-મધ્ય ભારત, દક્ષિણ-પૂર્વ પ્રાયદ્વીપ અને ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ-મધ્ય ભારતમાં.

ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા વિસ્તારોમાં તાપમાન 3થી 5 ડિગ્રી સુધી સામાન્ય કરતાં વધુ રહી શકે છે.માર્ચમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે, પરંતુ ગુજરાતમાં હાલ શુષ્ક હવામાન જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી