Vastu Tips/ ઉત્તમ કેરિયર હોવા છતાં પણ લગ્નમાં વિઘ્ન…ઘરની આ દિશાનો વાસ્તુદોષ બની શકે છે એનું કારણ!

Vastu Shashtra (વાસ્તુ શાસ્ત્ર) ના વિદ્વાનોના મતે, ફક્ત વાસ્તુ સુધારણા કે જ્યોતિષીય ઉપાય કરવાથી જ સમસ્યા હલ નથી થઇ શકતી! જો લગ્નની વાત ચાલી રહી હોય…

Trending Religious Rashifal Dharma & Bhakti
Vastu Shashtra , સંબંધ, જ્યોતિષ ઉપાય, લગ્નમાં વિલંબ

Vastu Tips: ઘણી વાર તો સારા માગા આવવા છતાંયે કોઇ ને કોઇ કારણસર વાત આગળ વધી શકતી નથી. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અને વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra) અનુસાર, લગ્નમાં વિલંબ (Delay in Marriage)નો વિષય જોઇએ તો, આનુ કારણ ફક્ત ગ્રહ અને નક્ષત્ર નથી હોતા પણ ઘરની દિશા (Direction) પણ જવાબદાર હોય છે!

આજના સમયમાં કેટલાય લોકો સારું ભણતર, સફળ કેરિયર તથા સ્થિર જીવન હોવા છતાંયે લગ્નમાં વિલંબ થવાની સમસ્યાથી ગ્રસિત હોય છે! જો તમારી વાત આગળ વધતા-વધતા અટકી જતી હોય તો એનું કારણ શું? આ પ્રશ્ન એ સૌના મનને વ્યથિત કરતો હશે જેમના લગ્ન નથી થઇ રહ્યાં! તો ચાલો જાણીએ કે, આની પાછળ કઇ દિશાનો વાસ્તુદોષ (Vastu Dosh) જવાબદાર છે અને એ વિઘ્નને શી રીતે દૂર કરી શકાય?

Vastu Shashtra , સંબંધ, જ્યોતિષ ઉપાય, લગ્નમાં વિલંબ

લગ્નમાં વિલંબ વિકરાળ બનતો પ્રશ્ન, વાસ્તુ (Vastu Shashtra) શું કહે છે? 

સાંપ્રત સમયમાં અનેક પરિવારોમાં એક ચિંતા વધી ગયેલી જોવા મળી રહી છે કે, ઉત્તમ સ્વાસ્થ્ય અને સારી નોકરી (Health & Job) હોવા છતાંયે દીકરા-દીકરીઓના લગ્ન શા માટે નથી થઇ રહ્યાં? આ અગાઉ, યુવક-યુવતીઓ 25 થી 30 વર્ષની વયે લગ્ન કરી જ લેતા હતા…પણ હવે ઘણા લોકો 35 થી 40 ની ઉંમર વટાવ્યા પછી પણ હજુયે એમની જીવનસાથી (Life Partner)ની શોધ પૂર્ણ નથી થઈ! આ તમામ બાબતો પાછળ બદલાઇ રહેલી જીવન શૈલી (Lifestyle), વધતી જતી આકાંક્ષાઓ અને ઘણી વાર તો કેટલીયે વાસ્તુ સંબંધિત અડચણો પણ કારણભૂત હોઇ શકે છે.

Vastu Shashtra , સંબંધ, જ્યોતિષ ઉપાય, લગ્નમાં વિલંબ

એસ્ટ્રો-વાસ્તુમાં દિશાઓની ભૂમિકા

જ્યોતિષ અને વાસ્તુ બે અલગ-અલગ વિદ્યા માનવામાં આવે છે પરંતુ, વિશેષજ્ઞોના મતે બંને વચ્ચે એક ગાઢ સંબંધ છે. વિશેષ રુપે લગ્ન અને સંબંધો સાથે જોડાયેલી બાબતોમાં ઘરની દિશાઓ મહત્વપૂર્ણ પ્રભાવ દર્શાવે છે. ઘરની ઊર્જા અને વાતાવરણ વ્યક્તિના માનસિક અને સામાજીક જીવન પર ઘણી અસરો નીપજાવી શકે છે.

Vastu Shashtra , સંબંધ, જ્યોતિષ ઉપાય, લગ્નમાં વિલંબ

ઉત્તર-પશ્ચિમ દિશાનો પ્રભાવ

અનેક વાર એવું પણ જોવા મળતું હોય છે કે, સારા-સારા માગા તો આવતા જ હોય છે, પરિવારોની મુલાકાત પણ થાય છે પરંતુ કોઇ કારણસર આ વાત આગળ નથી વધતી! વાસ્તુ અનુસાર, ઘરની વાયવ્ય અર્થાત્ ઉત્તર-પશ્ચિમ દિશા (North-East Direction)માં સંબંધો અને સામાજીક જોડાણની દિશા માનવામાં આવે છે. જો અહિં ભારે સામાન (Heavy Luggage), અવ્યવસ્થા અથવા તો ખોટું નિર્માણ થયેલું હોય તો સંબંધોમાં વિઘ્ન આવી શકે છે. આ સંજોગોમાં, વિશેષજ્ઞોની સલાહ અને માર્ગદર્શનમાં આ દિશામાં સંતુલન બનાવવાના ઉપાયો કરવા જોઇએ.

જહાં ચાહ વહાં રાહ

વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra) વિદ્વાનોના મતે, ફક્ત વાસ્તુ સુધારણા કે જ્યોતિષીય ઉપાય કરવામાત્રથી જ સમસ્યા હલ નથી થઇ શકતી! જો વ્યક્તિના લગ્નની વાત ચાલી રહી હોય અને એ માનસિક રુપે સજ્જ ન હોય તો ઉપાયોની અસર પણ સીમિત થઇ શકે છે. આથી વાસ્તુના ઉપાયોની સાથે-સાથે વ્યક્તિની સ્પષ્ટ ઇચ્છાશક્તિ અને સકારાત્મક પ્રયાસો પણ જરુરી છે.


આ પણ વાંચો: જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નાન કર્યા પછી તરત આ 4 કામ ન કરવા, પ્રગતિ રુંધાશે, થશે ધનહાનિ!!

આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવી