Vastu Tips/ જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

Vastu Shashtra (વાસ્તુશાસ્ત્ર) અનુસાર જૂતા-ચપ્પલ કઇ દિશામાં રાખવા એ અંગે અનેક નિયમો આપવામાં આવેલા છે જેનું પાલન કરીને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર…

Dharma & Bhakti Religious Rashifal Trending
Vastu Shashtra ,વાસ્તુશાસ્ત્ર,જૂતા-ચપ્પલ, સાચી દિશા

Vastu Tips: ઘરમાં જૂતા-ચપ્પલ (Shoes) ક્યાં અને કઇ દિશામાં રાખવા જોઇએ, એ પ્રશ્ન ઘણા લોકોને થતો હશે જ! વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra)માં દરેક વસ્તુ કઇ દિશામાં અને કયા સ્થાને રાખવી એના નિયમો નિશ્ચિત કરવામાં આવેલા છે. પછી એ ભલે ને જૂતા કે શૂઝ હોય! ભાડાના મકાનમાં રહેતા અને નાના રુમમાં રહેનારી વ્યક્તિઓ માટે આ નિયમો પાળવાનું સંભવ બનતુ નથી હોતુ…પરંતુ જો તમે પોતાનું મકાન ધરાવતા હો તો આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

જૂતા-ચપ્પલ રાખવાના વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra)ના નિયમો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર  ઘર અને ઓફિસનું નિર્માણ કરવું સારું માનવામાં આવે છે. જો વાસ્તુ દોષ હોય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જીવનમાં ગરીબીનો પ્રવેશ થાય  છે.  જો ઘરમાં કોઈ પણ વસ્તુને દિશા અનુસાર ન મૂકવામાં આવેલી હોય  તો પણ તેના નેગાટિવ પ્રભાવો ઘરના તમામ સભ્યો પર પડે છે. આ ઉપરાંત,  ઘરની કઈ દિશામાં શું રાખવું જોઈએ અને શું નહીં…. તેમજ કઈ દિશામાં કઇ વસ્તુ રાખવી શુભ ગણાય છે એની તમામ માહિતી આમાં આપેલી છે જે આપણને જીવનમાં મદદરુપ થાય છે.

જૂતા અને ચપ્પલ આપણા પગ સાથે સંબંધ ધરાવે છે આથી એમને યોગ્ય સ્થાને રાખવા એ ઘણું જ મહત્વનું ગણાય છે. ખોટી જગ્યાએ પગરખા રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા (Negative Energy) વધે છે અને અશાંતિ તથા દરેક કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. તો ચાલો જાણીએ કે, પગરખા કઇ દિશામાં રાખવા અને કેવા મટીરિયલમાંથી બનેલા કબાટમાં રાખવા જોઇએ…

Vastu Shashtra ,વાસ્તુશાસ્ત્ર,જૂતા-ચપ્પલ, સાચી દિશા

વાસ્તુના નિયમોથી વિરુદ્ધ ઘણા લોકો બહાર ફરીને આવે પછી ચપ્પલ પહેરીને જ ઘરના કિચન અને મંદિર (Kitchen & Temple) સુધી પહોંચી જાય છે. આમ કરવાથી ફક્ત ગ્રહો જ ખરાબ નથી થતા પણ સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસરો થતી જોવા મળે છે. ફાટેલા અને જૂના-પુરાણા શૂઝ પણ રાહુ-કેતુ (Rahu-Ketu)ને આકર્ષિત કરે છે અને આના કારણે જ માનસિક તણાવ વેઠવો પડે છે. આથી જ હંમેશાં તમારા શૂઝ અને ચપ્પલને સાફ અને પોલિશ કરીને, ચમકાવીને રાખવા જોઇએ.

વાસ્તુના નિયમો  મુજબ, જૂતા અને ચપ્પલને યોગ્ય દિશામાં અને વ્યવસ્થિત રીતે રાખવામાં ન આવે તો જીવનમાં દ્રરિતા આવે છે ઉપરાંત, માતા લક્ષ્મી નારાજ થાય છે.

કઇ દિશામાં પગરખા રાખવા શુભ છે?

વાસ્તુ અનુસાર, પગરખા રાખવા માટે પશ્ચિમ દિશા (West Direction) ઉચિત ગણાય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ અર્થાત્ નૈઋત્ય ખૂણો, દક્ષિણ, ઉત્તર-પશ્ચિમ અર્થાત્ વાયવ્ય દિશા ઉચિત રહેશે.

Vastu Shashtra ,વાસ્તુશાસ્ત્ર,જૂતા-ચપ્પલ, સાચી દિશા

યોગ્ય દિશા ઉપલબ્ધ ન હોય તો શું કરશો?

વાસ્તુ નિયમો અનુસાર, જો તમારા ઘરમાં ઉપર દર્શાવેલી દિશાઓ પગરખા રાખવા માટે ઉપલબ્ધ ન હોય તો તમે લાકડાના બનેલા શૂ રૅક (Wooden Shoe Rack)માં પણ એમને રાખી શકો છો. સામાન્યત: લોકો લોખંડ, પ્લાસ્ટિક કે પછી સ્ટીલના રૅકમાં પગરખા રાખતા જોવા મળે છે. પણ વાસ્તુ મુજબ, આમ કરવાથી નકારાત્મક ઊર્જાની વૃદ્ધિ થઇ શકે છે. લાકડાનું રૅક કે કબાટ સૌથી ઉત્તમ રહેશે. આનાથી નેગેટિવ એનર્જી સંતુલિત રહે છે.

લાકડાનું કબાટ કેમ શુભ છે?

પગરખાને લાકડાના બોક્સમાં રાખવાથી નકારાત્મક ઊર્જા ઘણા અંશે નિયંત્રિત રહે છે. આનું કારણ એ છે કે લાકડું એ મંગળ ગ્રહ (Mangal Grah)નું તત્વ માનવામાં આવે છે. મંગળ તત્વની શક્તિ આ નેગેટિવ પ્રભાવોને સંતુલિત કરવામાં સહાયક માનવામાં આવે છે. જો લોખંડનો ઉપયોગ કરીએ તો એ શનિ ગ્રહના તત્વની વૃદ્ધિ કરી શકે છે અને શનિદેવનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.

આ દિશાઓમાં ભૂલથી પણ ન રાખવા જૂતા-ચપ્પલ

કઇ દિશામાં ભૂલથી પણ પગરખા ન રાખવા જોઇએ એ વિષયમાં વાસ્તુ સ્પષ્ટ કહે છે કે, ઉત્તર-પૂર્વ અર્થાત્ ઈશાન ખૂણો (Ishan Corner) કે પછી ઉત્તર દિશામાં એ પવિત્ર ગણાતી હોવાથી અને ભારે વસ્તુઓ રાખવાની મનાઇ હોવાથી ત્યાં પગરખા કે એનો ભારે રૅક રાખવા જોઇએ નહિં.

Vastu Shashtra ,વાસ્તુશાસ્ત્ર,જૂતા-ચપ્પલ, સાચી દિશા

મુખ્ય દ્વાર પર જૂતા-ચપ્પલ ન રાખવા

કેટલાક લોકોની આદત હોય છે કે ઘરના ઉંબરા પાસે, મુખ્ય દ્વાર (Main Door) નજીક પગરખા ઉતારી દે છે અને ત્યાં જ રહેવા દે છે. પણ આમ બિલકુલ કરવું ન જોઇએ. આવું કરવાથી નેગેટિવ એનર્જીની વૃદ્ધિ થાય છે અને જો તમારે ઘરમાં ચપ્પલ પહેરવા જ હોય તો એના માટે અલગ પગરખા રાખવા જોઇએ. આટલું ધ્યાન રાખવાથી પોઝીટિવિટી અને સુખ-સમૃદ્ધિ વધે છે, મન શાંત રહે છે અને પરિવારમાં સામંજસ્ય જળવાઇ રહે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

આ પણ વાંચો: 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ…