Dharma & Bhakti/ ઘરમાં પાણીના વપરાશની વસ્તુઓ કઇ દિશામાં લગાવશો? જાણીએ, વાસ્તુ શાસ્ત્રની ટિપ્સ….

Water Appliances (પાણી સંબંધિત ઉપકરણો) નળ, શાવર, વોશ બેસીન વગેરે માટેની સાચી દિશા (Direction) કઇ છે? જાણીએ, વાસ્તુશાસ્ત્ર શું કહે છે અને એ અંગેની ટિપ્સ…

Trending Religious Rashifal Dharma & Bhakti
પાણી ઉપકરણો, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ, Water Appliances

Dharm & Bhakti: શું તમે જાણો છો કે, ઘરમાં પાણી સંબંધિત નળ, શાવર, વોશ બેસીન વગેરે ઉપકરણો (Water Appliances) માટેની સાચી દિશા (Direction) કઇ છે? અહિં અમે તમને વાસ્તુની એવી ટિપ્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ કે જેને અનુસરવાથી તમારું ઘર સકારાત્મક ઊર્જા (Positive Energy)થી અજવાળી ઉઠશે.

વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra) એ માર્ગદર્શક ગ્રંથ છે જેના સૂચનો મુજબ, ઘરમાં દરેક વસ્તુ (Water Appliances)નું એક ઉચિત સ્થાન હોય છે અને તે પ્રમાણે ઘરનું નિર્માણ કે ગોઠવણ (House Planning) કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ (Prosperity)નો વાસ થાય છે. અનેક વિદ્વાન વાસ્તુ શાસ્ત્રીઓના મતે, ઘરની અંદર નળ, પાણીનો ફુવારો, વૉશ બેસીન, પાણી ગરમ કરવા માટેનું ગીઝર (Faucet, Water Fountain, Wash Basin, Geyser) વગેરે ક્યાં ફીટ કરાવવા જોઇએ એના સૂચનો ઉપલબ્ધ છે. તો ચાલો જોઇશું આવી કેટલીક વાસ્તુ ટિપ્સ (Vastu Tips) અંગે…

પાણી ઉપકરણો, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ, Water Appliances

જળ એ જીવન છે

જળ (Water) એ જીવન છે, પછી એ પીવાનું હોય કે વાપરવાનું! જળ આપણા જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણી રોજબરોજની ક્રિયાઓ એના વિના સંભવ નથી. આથી જ પાણી સાથે જોડાયેલી ચીજવસ્તુઓ (Water Appliances) જો યોગ્ય દિશામાં લાગેલી ન હોય તો એના કારણે આપણા જીવન પર નકારાત્મક પ્રભાવો (Negative Impacts) પણ પડી શકે છે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો પાણીના નળ કે શાવરમાંથી પાણી ટપક્યાં કરતુ હોય તો ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ સર્જાઇ શકે છે તથા Water Appliances અયોગ્ય દિશામાં હોવાથી જીવનમાં અન્ય અનેક તકલીફો ઉદભવી શકે છે. આથી જ વપરાશ કર્યા બાદ નળ અને શાવરને સરખી રીતે બંધ કરવાનું ભૂલવું ન જોઇએ.

પાણી ઉપકરણો, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ, Water Appliances

પાણી વિષયક ઉપકરણો અંગેની વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ (Vastu Shashtra Tips for Water Appliances)

1. વૉશ બેસિન ને ઉત્તર અથવા તો પૂર્વોત્તર દિશા (North or Ishan)માં લગાવવું જોઇએ.

2. પાણીનો નળ અને શાવર ઘરની ઉત્તર દિશામાં લગાવવા જોઇએ.

3. ગરમ પાણીના ગિઝરનું સ્થાન ઘરના અગ્નિ ખૂણા (South-East Corner)માં હોવુ જોઇએ.

4. સ્નાનાગારમાં રહેલા બાથ ટબ (Bath Tub)ને તમે ઉત્તર કે પૂર્વોત્તર (North-East) દિશામાં મૂકી શકો છો.

5. સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે પાણીના નિકાલ (Drainage)ની વ્યવસ્થા ઘરની ઉત્તર દિશા (North Direction)માં કરવી જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેંગશુઈના આ 3 શો-પીસ વાસ્તુ દોષને દૂર કરે છે

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ