Chanakya Niti Sutra/ ચાણક્ય નીતિ સૂત્ર…ચાણક્યના મતે આ 5 વાતોને કોઈ સાથે શૅર ન કરવી…થશે નુકસાન!

ચાણક્ય નીતિ (Chanakya Niti Sutra) અનુસાર, સમજદાર વ્યક્તિ એ જાણે છે કે કઈ વાત કોની સમક્ષ અને ક્યારે કહેવી જોઇએ? જરુરથી વધારે જાણકારી શૅર કરવાથી…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chanakya Niti Sutra: 5 વાતોને Always ગુપ્ત રાખવી...આચાર્યની Invaluable Advice!

Chanakya Niti Sutra: ચાણક્ય નીતિ અનુસાર,દરેક વાત બધાને કહેવાની જરુર નથી હોતી. કેટલીક વાર પોતાની અંગત જીંદગી, પરિવાર અથવા વ્યક્તિગત ઉપલબ્ધીઓ સાથે જોડાયેલી વાતો અન્યો સાથે શૅર કરવાથી ભવિષ્યમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આચાર્ય ચાણક્યે પણ પોતાની નીતિઓમાં વ્યક્તિને કેટલીક બાબતો ગુપ્ત રાખવાની સલાહ આપી છે. ચાણક્ય નીતિમાં 14મા અધ્યાયમાં 17મા શ્લોકમાં આ વાતોનો ઉલ્લેખ મળે છે.

ચાણક્ય નીતિ (Chanakya Niti Sutra) અનુસાર, સમજદાર વ્યક્તિ એ જાણે છે કે કઈ વાત કોની સમક્ષ અને ક્યારે કહેવી જોઇએ? જરુરથી વધારે જાણકારી શૅર કરવાથી ક્યારેક-ક્યારેક વ્યક્તિની નબળાઈઓ કે અંગત સ્થિતિ અન્ય સામે ખુલ્લી પડી જાય છે. તો ચાલો જાણીએ કે, એવી કઈ 5 બાબતો છે જેને ચાણક્યે ગુપ્ત રાખવાની સલાહ આપી છે?

ચાણક્ય નીતિ (Chanakya Niti Sutra) અનુસાર 5 વાતોને ગુપ્ત રાખવી

જરુરથી વધારે જાણકારી શૅર કરવાથી ક્યારેક-ક્યારેક વ્યક્તિની નબળાઈઓ કે અંગત સ્થિતિ અન્ય સામે ખુલ્લી પડી જાય છે. તો ચાલો જાણીએ કે, એવી કઈ 5 બાબતો છે જેને ચાણક્યે ગુપ્ત (Secret) રાખવાની સલાહ આપી છે

પોતાની બનાવેલી અથવા અજમાવેલી ઔષધિ ગુપ્ત રાખવી
પોતાની બનાવેલી અથવા અજમાવેલી ઔષધિ ગુપ્ત રાખવી

1. પોતાની બનાવેલી અથવા અજમાવેલી ઔષધિ

ચાણક્ય નીતિ માં એવી ઔષધિ કે ઉપચાર (Medicine or Treatment)ની જાણકારી દરેક સમક્ષ જાહેર કરવાથી બચવાની સલાહ આપવામાં આવેલી છે જેને વ્યકિતએ જાતે બનાવી હોય કે ઉપચાર કર્યો હોય! આને વ્યાપક અર્થમાં પોતાની અંગત જાણકારી અને અનુભવને સમજી-વિચારીને શૅર કરવા એમ પણ અર્થઘટન કરવામાં આવે છે.

આજના સમયમાં પણ કોઈ ઉપચાર અથવા સ્વાસ્થ્ય સંબંધી જાણકારીને કોઈ સાચી જાણકારી વિના અન્યને બતાવવાની જગ્યાએ વિશેષજ્ઞની સલાહ લેવી જરુરી છે. દરેક વ્યક્તિ પર દરેક ઉપચાર એકસમાન રીતે કાર્ય કરે એ જરુરી નથી!

2. પૂજા-પાઠ અને કરવામાં આવેલા પુણ્યનો દેખાડો

ચાણક્ય અનુસાર, પોતાના ધાર્મિક કાર્યો,પૂજા, જપ અથવા દાન કે સત્કાર્યને કોઈ અન્ય સમક્ષ ઉલ્લેખ સુધ્ધાં કરવો ન જોઈએ. સારા કાર્યનો ઉદ્દેશ્ય પ્રશંસા મેળવવાનો નહિં પરંતુ જરુરિયાતમંદ વ્યક્તિની મદદ અને આત્મસંતોષનો હોવો જોઈએ.

આ સલાહને આજના સોશિયલ મીડિયા સાથે પણ જોડીને જોવામાં આવે છે. દરેક મદદ અથવા અંગત ધાર્મિક કાર્ય (Puja)ને સાર્વજનિક કરવું આવશ્યક નથી. કેટલાક કાર્યો દેખાડો કર્યા વિના કરવામાં આવે તો જ એની ગરિમા જળવાઈ રહે છે.

ચાણક્ય નીતિ-પરિવારની અંગત વાતોને ગુપ્ત રાખવી
ચાણક્ય નીતિ-પરિવારની અંગત વાતોને ગુપ્ત રાખવી

3. ઘરના ઝગડા અને પરિવારની અંગત વાતો

ઘરમાં ઊભી થનારી મુશ્કેલીઓ અથવા પતિ-પત્નીના અંગત કિસ્સાઓને દરેક જણ સાથે શૅર કરવાથી બચવું. ચાણક્ય નીતિ (Chanakya Niti Sutra) માં ગૃહ સંબંધી દોષ અને અંગત સંબંધોને સાર્વજનિક ન કરવાની સલાહ આપવામાં આવેલી છે.

પરિવારમાં વિવાદ (Family Discord) થવો સામાન્ય બાબત હોઈ શકે છે. પણ એને દરેક સંબંધી, દોસ્ત અથવા તો પરિચિતની સામે કહેવાથી પરિસ્થિતિ વધુ જટિલ થઈ શકે છે. જો સમસ્યા ગંભીર હોય તો કોઈ વિશ્વાસપાત્ર અથવા વિશેષજ્ઞની સલાહ લેવી જોઇએ.

4. ખરાબ ભોજન કે અપ્રિય અનુભવ

ચાણક્ય નીતિમાં ખરાબ અથવા સારી રીતે ન બનેલા ભોજન (Food) અંગે સાર્વજનિક વાત ન કરવી એવી સલાહ આપવામાં આવી છે. એને એક વ્યાપક સંદેશના રુપમાં જોઈએ તો એવું કહી શકાય કે દરેક અપ્રિય અનુભવ અન્યો સામે દર્શાવવા આવશ્યક નથી હોતા.

આજના યુગમાં એને એ રીતે સમજી શકાય કે કોઈ પણ નાની ઘટના અથવા અંગત અનુભવ અંગે તરત જ સોશિયલ મીડિયા (Social Media) પર પ્રતિક્રિયા આપતા પહેલા વિચારી લેવું જોઇએ. ઉતાવળમાં કહેલી વાત પાછળથી મુશ્કેલી પેદા કરી શકે છે.

ચાણક્ય નીતિ- કોઈની સાંભળેલી નિંદા ન ફેલાવવી
ચાણક્ય નીતિ- કોઈની સાંભળેલી નિંદા ન ફેલાવવી

5. કોઈના વિશે સાંભળેલી નિંદા

કોઈ વ્યક્તિ વિશે સાંભળેલી કે કાને પડેલી નકારાત્મક વાત (Negative Talk)ને આગળ કહેવાથી પણ બચવું જોઇએ. ચાણક્ય નીતિમાં સાંભળેલી નિંદિત વાતોને અન્યો સામે પ્રગટ ન કરવાની સલાહ આપવામાં આવેલી છે.

આજના સમયમાં આ સલાહ ઉપયોગી છે કારણ કે, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર કોઈ પણ માહિતી ઘણી ઝડપથી ફેલાઈ શકે છે. કોઈ પણ બાબતની પુષ્ટિ વીના કોઈ વિશેની નકારાત્મક વાતોને શૅર કરવાથી વિવાદ અને ગેરસમજણ ફેલાઈ શકે છે.

ચાણક્ય નીતિમાં મૌનનું મહત્વ

ચાણક્યની નીતિઓ (Chanakya Niti Sutra)માં કેવળ શું બોલવું છે, ક્યારે બોલવું છે એ વિષય પર ભાર મૂકવામાં આવેલો છે. કોયલ અને કાગડાના ઉદાહરણ દ્વારા ઉચિત સમય આવે ત્યાં સુધી મૌન રહેવાની સલાહ આપવાનો ઉલ્લેખ મળે છે.

આનો સીધો સંદેશ એ જ છે કે દરેક વાતને તરત જ બધાને કહી દેવામાં સમજદારી નથી, ભવિષ્યની યોજનાઓ અને પરિવાર સાથે જોડાયેલી વાતોને શૅર કરતા પહેલા સામેની વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર છે અને એ જાણકારી શૅર કરવાની ખરેખર જરુર છે કે નહિં એ વિશે અવશ્ય વિચાર કરવો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…

આ પણ વાંચો: ચાણક્ય…કૌટિલ્ય…ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ…!

આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…