મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.
આ અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર ખાંટનું પ્રમાણપત્ર ચાલી શકે તેમ નથી. તેથી તે ધારાસભ્ય તરીકે સત્તાવાર રીતે રહી શકે તેમ નથી. ખાંટનું પ્રમાણપત્ર પણ ખોટું ઠર્યુ છે. અમે ચૂંટણીપંચનો પણ અભિપ્રાય લીધો છે. ગઈકાલે 2જી મેથી ખાંટ સસ્પેન્ડ ગણાશે. તેના સસ્પેન્શ બાદ હવે ભૂપેન્દ્રસિંહ ખાંટે નારાજગી દર્શાવીને સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
