Not Set/ વિદેશ વિઝાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી, કેનેડામાં નોકરી અપાવાના બહાને છેતરપિંડી

અમદાવાદ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં કેનેડામાં નોકરી અપાવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી. વિશાલ ગજ્જર નામના વિઝા એજન્ટ સામે સુમિત પટેલે  પોલીસ ફરિયાદ કરી. ફરિયાદના આધારે પોલીસે વિશ્વાસઘાત અને ઇમિગ્રેશન એક્ટઇમિગ્રેશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વિઝા એજન્ટ વિશાલ ગજ્જરની ધરપકડ કરી છે. ફરિયાદી સુમિત પટેલનું કહેવું છે કે કેનેડામાં વર્ક […]

Ahmedabad Gujarat Trending

અમદાવાદ

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં કેનેડામાં નોકરી અપાવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી. વિશાલ ગજ્જર નામના વિઝા એજન્ટ સામે સુમિત પટેલે  પોલીસ ફરિયાદ કરી.

ફરિયાદના આધારે પોલીસે વિશ્વાસઘાત અને ઇમિગ્રેશન એક્ટઇમિગ્રેશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વિઝા એજન્ટ વિશાલ ગજ્જરની ધરપકડ કરી છે. ફરિયાદી સુમિત પટેલનું કહેવું છે કે કેનેડામાં વર્ક પરમીટ વિઝા અપાવવાના સપના બતાવી માત્ર તેમની સાથે જ લાખ્ખો રૂપિયાની ઠગાઇ થઇ છે તેવું નથી, પરંતુ તેમનો આરોપ છે કે વિશાલ ગજ્જરે તેમના સિવાય પણ અન્ય 10 થી 12 લોકો સાથે આ ઠગાઈ કરી કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. તો આ મામલે પી.આઇ.ચૌધરીએ જણાવ્યુ હતુ કે તપાસની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. છેતરપિંડીનો વધુ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જણાઇ રહી છે.