મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે એક સાથે આવી ગયેલ શિવસેના – NCP – કોંગ્રેસના ગઠબંધનને અનૈતિક જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક PIL(જનહિતની અરજી) દાખલ કરવામાં આવી છે. આ અરજી પ્રમોદ પંડિત જોષીએ દાખલ કરી છે. મહારાષ્ટ્ર મુંબઇનાં નાગરિક જોષીએ આ અરજીમાં જણાવ્યું છે કે વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધનમાં લડનાર શિવસેનાના વલણમાં ચૂંટણી પરિણામો પછી આવેલું પરિવર્તન NDA પ્રત્યે લોકોના વિશ્વાસ સાથે દગા સમાન છે.
અરજી કરતા દ્વારા કેન્દ્ર અને રાજ્યને આદેશ આપવાની માંગ કરી છે કે, ચૂંટણી બાદ ઉભરી રહેલા શિવસેના, NCP અને કોંગ્રેસના મુખ્યમંત્રીને નિમણૂંક કરવાથી દૂર રાખે. આ અરજી પર આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
આમતો બંઘારણમાં કે દેશનાં કોઇ પણ કાયદામાં, ચૂંટણી પૂર્વે ગઠબંઘન અને પરિણામો બાદ વિભાજન પર કોઇ પ્રકારનો અંકુશ હોઇ તેવું હાલ સુઘી નિષ્ણાતોનાં મતે સામે આવ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં સુપ્રીમ સુનાવણી પર તમામની નજર રહેશે અને કોર્ટનો ચૂકાદો આ મામલાને લઇને ભવિષ્યની ચૂંટણીનાં ચીત્રો પણ બદલી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
