World News/ અમેરિકાની મોટી જાહેરાત, રશિયન ઓઇલ પર ભારતને મળી 30 દિવસની છૂટ

વૈશ્વિક તેલ કટોકટી વચ્ચે અમેરિકાએ (America)રશિયન ઓઇલના પરિવહન પર 30 દિવસની અસ્થાયી છૂટ આપી છે. આ નિર્ણયથી ભારત કોઈપણ પ્રતિબંધ વિના સમુદ્રમાં અટકેલા રશિયન જહાજોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરી શકશે. વાંચો વિગતવાર અહેવાલ.

international Top Stories World
America

America Iran War Fuel Crisis: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી આર્થિક અને ઓઇલ કટોકટી વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર લાદેલા પ્રતિબંધોમાં વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ક્રૂડ ઓઇલના પરિવહન માટે 30 દિવસની વિશેષ મહોલત આપવામાં આવી છે, જેનો સીધો અને મોટો ફાયદો ભારતને મળશે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.

Americaએ કઈ શરતો સાથે આપી છૂટ? ચીન પર નજર

અમેરિકાના(America) નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, તેમણે આ જાહેરાત સાથે કેટલીક કડક શરતો પણ સ્પષ્ટ કરી છે:

આ 30 દિવસની રાહત માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ મોટા જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે અટવાયેલા છે.

આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ પણ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં.

અમેરિકાના(America) આ આકસ્મિક પગલાં પાછળ એક મોટી કૂટનીતિ છુપાયેલી છે. અમેરિકા(America) ઈચ્છે છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ખોટો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો મોટો સ્ટોક એકલો જમા ન કરી લે. આ ઓઇલ ભારત જેવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. યુદ્ધ શરૂ થયા પછી આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.

ભારતને આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો?

દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ ભારત, પોતાની જરૂરિયાતનું 85% થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી આયાત કરે છે. ફેબ્રુઆરી 2026 માં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઓઇલની સપ્લાય માટેના સૌથી મહત્ત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માર્ગ પરથી જહાજોની અવરજવર બંધ હોવાના કારણે ભારતમાં ઓઇલ અને LPG નો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે, જેના લીધે મોંઘવારી આસમાને પહોંચી છે.

આવા કપરા સમયમાં અમેરિકા તરફથી મળેલી 30 દિવસની છૂટ ભારતીય રિફાઇનરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભારતીય કંપનીઓ હવે કોઈપણ અમેરિકન પ્રતિબંધના ડર વગર સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોમાંથી ઓઇલની આયાત કરી શકશે. આનાથી દેશમાં ઇંધણની સપ્લાય ચેન સુધરશે. નોંધનીય છે કે ભારતે માર્ચ 2026 માં રશિયા પાસેથી રેકોર્ડ 22.5 લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું.

અમેરિકન પ્રતિબંધો વચ્ચે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ

આ તમામ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ભારતે સોમવારે વૈશ્વિક મંચ પર પોતાનું સાર્વભૌમ વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જણાવ્યું છે કે અમેરિકા (America) તરફથી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, ભારત પોતાના હિતમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ ખરીદવાનું ચાલુ જ રાખશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકન(America) છૂટના સંબંધમાં અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ભારત છૂટ પહેલા પણ, છૂટ દરમિયાન પણ અને હવે પછી પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે.” તેમણે ઉમેર્યું કે ભારત દ્વારા ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય મુખ્યત્વે વ્યાવસાયિક દ્રષ્ટિકોણ અને દેશની જરૂરિયાત પર આધારિત હોય છે. હાલમાં દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને પૂરતો સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો :ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો છેલ્લી ઘડીએ ટળ્યો, ડોનાલ્ડ ટ્રમ્પને કયો ‘ગુપ્ત પત્ર’ મળ્યો કે બદલવો પડ્યો પ્લાન?

આ પણ વાંચો :રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને વરસાવ્યા 1000 થી વધુ ડ્રોન, રહેણાંક ઈમારતો તબાહ, ભારતીય દૂતાવાસ એલર્ટ

આ પણ વાંચો :માલદીવ્સના દરિયામાં મોટી દુર્ઘટના, 164 ફૂટ ઊંડી ગુફામાં સંશોધન કરવા ગયેલા 5 ઇટાલિયન વૈજ્ઞાનિકોના મોત