વલસાડ પોસ્ટના કર્મચારીઓનું ફ્રન્ટલાઈન વર્કર્સ ના ગણી વેકિસનેશન ના કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 10 કર્મચારીના મોત થયા છે, અને 30 કર્મચારી ઓ કોરોના થી સંક્રમિત થયા છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રસી મુકાવવામાં આવી હતી. ફક્ત વલસાડની હેડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને જ કોરોના રસી મુકાવવામાં નથી આવી. કોરોના કાળમાં પોસ્ટ ઓફિસમાં પેંશનર ખાતેદારોને ઘરેબેઠા પેંશનના રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા.

પોસ્ટ કર્મીઓ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી છે. વલસાડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રસીકરણથી બાકાત રાખવામાં આવ્યા હતા. વલસાડ પોસ્ટ ઓફિસના કર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે. વલસાડ હેડ પોસ્ટ ઓફિસના 8 જેટલા સંક્રમિત પોસ્ટ કર્મીઓના મૃત્યુ થયા હતા.

વહીવટી તંત્રની બેદરકારીને લઈને મૃત્યુ થયું હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે. વલસાડ હેડપોસ્ટ ઓફિસનો એકપણ કાર્મીનું કોરોનમાં મૃત્યુ થશે તો આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
