@દિવ્યેશ પરમાર
Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત અડાજણ ગામ ખાતે આવેલા કવિ કલાપી ગાર્ડનના તળાવમાં મોટી સંખ્યામાં માછલી મૃત જોવા મળી હતી.ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બાજુમાં જ આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી ગંદુ પાણી છોડાતા માછલીઓ મોતને ભેટી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં ગાર્ડન બનાવવામાં આવ્યા છે.સાથે જ લોકોને હરવા ફરવા માટે આ ગાર્ડનની અંદર તળાવો પણ બનાવવામાં આવ્યા છે.પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સ નો અભાવ આ તળાવમાં જોવા મળતો હોય છે તેવી જ રીતે સુરતના અડાજણ ગામ ખાતે આવેલા કવિ કલાપી ગાર્ડનમાં બનાવવામાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મોતને ભેટી હતી.

માછલીઓના મોત થતા ની સાથે જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.કારણકે તળાવમાં માછલીઓના મોત થતા અતિશય દુર્ગંધ ફેલાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે બાજુમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી ગંદુ પાણી છોડાતા માછલીઓના મોત થયા છે.વારંવાર આ તળાવમાં અતિશય દુર્ગંધ યુક્ત પાણી જોવા મળે છે. માછલીઓના મોતની જાણ થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની ટીમ કામે જોતરાઈ હતી અને મૃત માછલીઓને તાત્કાલિક જ ભરી તળાવ સાફ-સફાઈ કરવામાં આવી રહ્યું હતું.

ઘટના મામલે સ્થાનિક કોર્પોરેટરે લુલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ માછલીઓ ઉકાઈ ડેમમાંથી તાપીમાં પાણી છોડવામાં આવતા તાપી નદીમાંથી પાઈપ માંથી તળાવમાં માછલીઓનો પ્રવેશ થયો છે. જો કે અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે તાપી નદીમાં માછલીઓ મોતને ભેટતી નથી તો તળાવમાં આવ્યા બાદ કયા કારણોસર મોતને ભેટી છે.ઘટનાને પગલે સ્થાનિકોએ માંગ કરી હતી કે આ તળાવના પાણીના સેમ્પલ લેવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી
આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?
આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ
