ગુજરાત/ હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

આ કર્મચારીઓએ પોતાની માંગણીઓ અંગે સરકારને પત્ર લખ્યો હતો. અને ૧૫ તારીખ સુધીનું અલ્ટીમેટમ  આપ્યું હતું. પરંતુ સરકાર દ્વારા કોઈ સંતોષકારક પ્રતિસાદ નહિ મળતા નગરપાલિકાના કર્મચારીઓ પણ હવે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે પડ્યા છે.

Gujarat Trending
page 3 3 હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

ગુજરાત સરકારમાં એક પછી એક કર્મચારી મંડળ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યું છે.LRD આંદોલન હોય કે પછી,નર્સિંગ હોય કે રાજ્યના ડોક્ટર હોય કે પોલીસ કર્મી, દરેક આજે સરકારની નીતિઓથી પરેશાન કે અસંતુષ્ટ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં રાજ્યમાં રીક્ષા ચાલકોની હડતાલ ચાલી રહી છે. તો પોલીસ પરીવારનું આંદોલન હાલમાં જ શાંત પડ્યું છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય નગરપાલિકા ના કર્મચારીઓએ વિરોધ નોધાવ્યો છે.

અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળનું એલાન કર્યું છે. નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અને સરકારને 15 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આજથી 3 દિવસ સુધી ફરજ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે.

 જાણો શું છે માંગણીઓ ?

  • રાજ્યના તમામ નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરો
  • 70 ટકા થી વધારે રોજમદારોને ખાલી પડેલ જગ્યા પર સમાવવામાં આવે
  • રોજમદારોના જૂદીજુદી કોર્ટમાં ચાલતા કેસોનો એક સાથે નિકાલ થાય તેમાટે ચોક્કસ નીતિ બનાવવામાં આવે
  • પંચાયત સમયે નિમણૂક પામેલા કર્મચારીઓને પેંશનનો લાભ આપવામાં આવે
  • પંચાયત પસંદગી બોર્ડ મુજબ નગરપાલિકા પસંદગી બોર્ડ બનાવવામાં આવે
  • નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની અરસપરસ બદલી પ્રથા દાખલ કરવાની માંગ

અત્રે ઉલ્લેખનીય છે કે આ કર્મચારીઓએ પોતાની માંગણીઓ અંગે સરકારને પત્ર લખ્યો હતો. અને ૧૫ તારીખ સુધીનું અલ્ટીમેટમ  આપ્યું હતું. પરંતુ સરકાર દ્વારા કોઈ સંતોષકારક પ્રતિસાદ નહિ મળતા નગરપાલિકાના કર્મચારીઓ પણ હવે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે પડ્યા છે.

Untitled 237 હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

page 2 હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

page 3 હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

Covid-19 / રાજ્યનાં આ શહેરમાં હવે જાહેર સ્થળો પર કોરોના વેક્સિન વિના No Entry

ધર્મ પરિવર્તન / બ્રિટનના રાજદ્વારીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો,ટ્વિટર પર આપી માહિતી