Covid-19/ રાજ્યનાં આ શહેરમાં હવે જાહેર સ્થળો પર કોરોના વેક્સિન વિના No Entry

હવે રાજ્યમાં ઘણા શહેરો છે જ્યા તમે વેક્સિન લીધા વિના જઇ શકશો નહી. જેમા હવે સુરતનું નામ પણ આવી ગયુ છે. સુરત શહેરમાં હવે તમે જાહેર સ્થળો પર ત્યારે જ જઇ શકશો જ્યારે તમે વેક્સિન લીધી હશે. 

Top Stories Gujarat Surat
સુરતમાં વેક્સિન

દિવાળી બાદ કોરોનાનાં કેસમાં વધારો થશે તે ચર્ચાને હવે વિરામ મળતો દેખાઇ રહ્યો હોય તેવી સ્થિતિ બની રહી છે. હાલમાં કોરોનાનાં કેસમાં કોઇ મોટો વધારો થયો નથી. જો કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ આ અંગે કોઇ ઢીલ રાખવા માંગતા નથી. વધુને વધુ લોકો વેક્સિન લઇ શકે તે માટે સરકાર લોકોને સતત કહી રહી છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં આજે 287 દિવસ બાદ આવ્યા સૌથી ઓછા કોરોનાનાં કેસ, મોતનો આંક ઘટ્યો

આપને જણાવી દઇએ કે, હવે રાજ્યમાં ઘણા શહેરો છે જ્યા તમે વેક્સિન લીધા વિના જઇ શકશો નહી. જેમા હવે સુરતનું નામ પણ આવી ગયુ છે. સુરત શહેરમાં હવે તમે જાહેર સ્થળો પર ત્યારે જ જઇ શકશો જ્યારે તમે વેક્સિન લીધી હશે. દિવાળી બાદ કોરોનાનાં કેસમાં આંંશિક વધારો થયો હતો, જેને લઇને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયુ છે. આજનાં સમયમાં જો કોરોનાથી આપણને રક્ષણ આપી શકશે તો તે વેક્સિન જ છે, ત્યારે અમદાવાદ બાદ સુરત પણ જાહેર સ્થળો પર જવા માટે વેક્સિન જરૂરી કરી છે. સુરત શહેરમાં 100 ટકા વેક્સિન થાય તે માટે પાલિકા સતત પ્રયત્નો કરી રહી છે, ત્યારે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સુરતનાં જાહેર સ્થળો પર કે જ્યા લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય ત્યા એક પરિપત્ર આપવામા આવ્યુ છે કે જે લોકોએ વેક્સિન લીધી હોય તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવે. જાહેર સ્થળો જેવા કે બાગ-બગીચાઓ, પ્રાણીસંગ્રહાલય, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સહિત તમામ જોન ઓફિસો અને જે BRTS સીટી બસ સેવા છે તેવી તમામ જગ્યાઓ પર વેક્સિન લીધી હોય એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – મુસિબતમાં ડ્રેગન! / ચીનમાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટનો જોવા મળ્યો કહેર, ઘણા શહેરોમાં લાગ્યું Lockdown

ઉલ્લેખનીય છે કે, આજે દેશમાં કોરોનાનાં કેસમાં 287 દિવસ બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ભારતમાં આજે 8,865 નવા કેસ નોંધાયા સાથે કોવિડની સંખ્યા વધીને 3,44,56,401 થઈ ગઈ છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ ઘટીને 1,30,793 પર આવી ગયા છે, જે 525 દિવસમાં સૌથી ઓછો છે. સવારે અપડેટ કરાયેલ ડેટા દર્શાવે છે કે 197 નવા મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક 4,63,852 પર પહોંચી ગયો છે. નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો સતત 39 દિવસથી 20,000 ની નીચે રહ્યો છે અને સતત 142 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1,30,793 થઈ ગઈ છે, જેમાં કુલ ચેપના 0.38 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.27 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.”

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…