Not Set/ ગુજરાતમાં ભર શિયાળામાં વરસાદની આગાહી, સ્વેટરની સીઝનમાં રેઈનકોટ કાઢી રાખજો

રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી કરવામાં  આવી છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે.

Gujarat Others
આગાહી

ગુજરાતમાં ચોમાસું હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ ફરીએકવાર વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન  વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો :સગીર દિકરી પાસે સ્માર્ટફોન છે, તો ચેતી જજો

બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી કરવામાં  આવી છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે.

આ પણ વાંચો :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ દસ્તક આપી શકે છે. આ સિવાય પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી શક્યાઓ છે.

આ પણ વાંચો :નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

આ પણ વાંચો :કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો