કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં જ્વેલરીનાં વેચાણ માટે હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. હોલમાર્ક ફરજિયાત કરવામાં આવતા સુરતનાં જ્વેલરી ઉદ્યોગ પર તેની અસર જોવા મળી રહી છે. 14, 18 અને 22 કરેટ પર હોલમાર્ક ફરજિયાત કરવામાં આવતા સુરતનાં જ્વેલરી ઉદ્યોગમાં બનાવવામાં આવતી અન્ય કેરેટની જ્વેલરી પર અસર જોવા મળશે. સુરતનાં જ્વેલર્સ વર્ષે રૂપિયા 250 કરોડની જ્વેલરીની નિકાસ કરે છે.
સોનાનાં ઘરેણાની વાત કરીએ તો સુરત શહેરને હંમેશા કેન્દ્ર સ્થાને રાખવુ પડે છે. દેશમાં સુરત શહેર સોનાનાં ઘરેણાં માટે મોટુ બજાર રહ્યુ છે. સુરત શહરેમાં ખાસ કરીને 19, 23 અને 24 કેરેટની સોનાની જ્વેલરી બનાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સોનાનાં ઘરેણાંનાં વેચાણ માટે હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. તે પણ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટનાં સોનાને જ આપવામાં આવશે. જોકે સરકારનાં આ નિર્ણયને જ્વેલર્સ અને ગ્રાહકો વધાવી રહ્યા છે. કારાણ કે હોલમાર્ક એટલે શુદ્ધતાનુ પ્રમાણપત્ર. ગ્રાહકોને પણ હોલમાર્ક જોવાની જરૂર નહી પડે કેમકે હવે હોલમાર્ક વગરનાં ઘરેણાનુ વેચાણ થઈ જ શકશે નહિ.
કેન્દ્ર સરકારનાં હોલમાર્ક ફરજિયાત કરવાનાં નિર્ણયને ગ્રાહકો આવકાર આપી રહ્યા છે તો બીજી તરફ અમલીકરણ સાથે કેટલી ખામીઓ દુર કરવાની અપેક્ષા જ્વેલર્સ રાખી રહ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો હોલમાર્કનાં માત્ર 11 સેન્ટરો આવેલા છે અને દક્ષિણ ગુજરાતમાં કુલ 18 સેન્ટરો કાર્યરત છે.
આ તમામ સેન્ટરોમાં રોજે રોજ આશરે 3600 જેટલા ધરેણાઓને હોલમાર્ક સર્ટીફિકેટ આપી શકાય છે. સુરત શહેરમાં જ એક હજાર કરતા વધુ જ્વેલર્સ છે. આવા સંજોગોમાં તહેવારોનાં સમયમાં જ્યારે ઘરાકી વધુ હોય ત્યારે હોલમાર્કની પ્રકિયા ધીમી હોવાથી જ્વેલર્સોને ધંધો કરવામાં અડચણ આવી શકે્ તેમ છે.
સુરત શહેરમાથી દેશનાં અન્ય પ્રદેશોમાં 19, 23 અને 24 કેરેટનાં ઘરેણાની ડિમાન્ડ વધુ છે. એટલે તેઓ માંગણી કરી રહ્યા છે કે એ દિશામાં પણ સરકાર મનોમંથન કરે અને યોગ્ય નિર્ણયો લે.
હોલમાર્કને લીધે ગ્રાહકોને તેમનાં પૈસા સાચા રસ્તે વપરાતા હોવાનો સંતોષ મળશે પરંતુ તેની પ્રકિયામાં ફેરફારો જ્વેલર્સો ઇચ્છી રહ્યા છે. સાથે સાથે અન્ય દેશોની જેમ તમામ કેરેટ પર હોલમાર્ક આપવામાં આવે તો વેપાર વધી શકે તેમ તેઓ કહી રહ્યા છે. વિદેશોમાં 8 કેરેટ થી લઈને 24 કેરેટનાં ઘરેણાની માંગ રહે છે. આથી તમાંમ પ્રકારનાં કેરેટ પર હોલમાર્ક આપવાની માંગણીઓ ઉઠી રહી છે. હવે જોવુ એ રહ્યુ કે કેન્દ્ર સરકાર વેપારીઓની માંગ સંતોષવા કેવી નિતી અપનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
