Not Set/ તો,હાર્દિક ફરીથી જેલ ભેગો થઇ શકે છે

વિસનગર પાટીદાર નેતા હાર્દિક પટેલ ફરી એકવાર જેલ ભેગા થાય તેવા સંજોગો ઉભા થયા છે.વિસનગરની કોર્ટે હાર્દિક વિરૂધ્ધ બીનજામીન લાયક વોરંટ ઇસ્યુ કર્યું છે.વિસનગરની કોર્ટમાં હાર્દિક વિરૂધ્ધ કેસ ચાલી રહ્યો છે અને તે કોર્ટમાં હાજર નહીં રહેતો હોવાને કારણે તેની વિરૂધ્ધ વોરંટ ઇસ્યુ કર્યુ છે.કાયદાના જાણકારો કહે છે અનેક વોરંટ છતાં જો આરોપી કોર્ટમાં હાજર […]

Gujarat

વિસનગર

પાટીદાર નેતા હાર્દિક પટેલ ફરી એકવાર જેલ ભેગા થાય તેવા સંજોગો ઉભા થયા છે.વિસનગરની કોર્ટે હાર્દિક વિરૂધ્ધ બીનજામીન લાયક વોરંટ ઇસ્યુ કર્યું છે.વિસનગરની કોર્ટમાં હાર્દિક વિરૂધ્ધ કેસ ચાલી રહ્યો છે અને તે કોર્ટમાં હાજર નહીં રહેતો હોવાને કારણે તેની વિરૂધ્ધ વોરંટ ઇસ્યુ કર્યુ છે.કાયદાના જાણકારો કહે છે અનેક વોરંટ છતાં જો આરોપી કોર્ટમાં હાજર ના થયો હોય તો તેને જેલ ભેગો કરી શકાય છે.હાર્દિક પટેલની સાથે કોર્ટે બીજ પાટીદાર નેતા લાલજી પટેલ વિરૂધ્ધ પણ બીન જામીનલાયક વોરંટ ઇસ્યુ કર્યુ છે. વિસનગરમાં હાર્દિક પટેલની સામે ધારાસભ્યના કાર્યાલય પર હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો.આ કેસમાં હાર્દિકની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે હાર્દિક અને લાલજી કોર્ટમાં સતત ત્રણ મુુદત્ત પર ગેરહાજર રહ્યાં હતાં. બંનેના બીન જામીન પાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યાં છે.