અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. છેલ્લા એક અઠવાડિયામાં લૂંટ, હત્યા અને ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. તે જ સમયે, ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા જ્વેલરીના શો રૂમમાં ધોળા દિવસે રૂ .45 લાખના ઝવેરાતની ચોરી કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ધોળા દિવસે થયેલા આ ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, ન્યૂ રાણીપ વિસ્તારમાં પાયલ જ્વેલર્સમાં ધોળા દિવસેણા ચોરીની ઘટના બની હતી. ચોરે પણ ફિલ્મને ટક્કર મારે આવી યોજના બનાવી હતી. નારણપુરાની હરિ પાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ કનૈયાલાલ શાહની ન્યૂ રાણીપમાં આકાશ રેસીડેન્સીમાં સ્થિત પાયલ જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન છે.
ગઈકાલે બપોરે 1 વાગ્યે, તે ઘરે જવા માટે તેના શો રૂમમાંથી નીકળ્યા હતા. જ્યાં તેમણે તેમની સ્કૂટીમાં દુકાનની ચાવી રાખી હતી. તે બપોરે આરામ કર્યા બાદ બપોરે 3.30 વાગ્યે જ્યારે તેમના શો રૂમમાં પહોંચ્યા ત્યારે તેનો દરવાજો ખુલ્લો હતો.
જીતેન્દ્રભાઇ અંદર ગયા અને જોયું કે શો રૂમમાંથી સોના-ચાંદીના ઘરેણાં ચોરાઈ ગયા છે, આખો શો રૂમ ખાલી હતો. પોલીસે જણાવ્યું કે 45 લાખ રૂપિયાના દાગીના ચોરી ગયા છે. 30 થી 35 વર્ષનો એક યુવાન શોરૂમની અંદર પ્રવેશ કર્યો હતો. 10 મિનિટમાં જ તે ચોરી કરી ફરાર થઈ ગયો. હાલ આરોપીની શોધમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
