અમેરિકા અને બ્રિટને અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકોને હોટલમાં જવાનું ટાળવાની ચેતવણી આપી છે. 8 ઓક્ટોબરે અફઘાનિસ્તાનની એક મસ્જિદ પર જીવલેણ હુમલામાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. ISIS એ આની જવાબદારી લીધી હતી. આ પછી, હવે અહીંની હોટલોને નિશાન બનાવવાની સંભાવના છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે જે પણ નાગરિકો સેરેના હોટલમાં અથવા તેની નજીક રોકાયા છે તેમણે તરત જ અન્ય સલામત સ્થળે ખસી જવું જોઈએ. અહીં સલામતી માટે જોખમ હોઈ શકે છે. બ્રિટનની કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસે પણ કહ્યું કે અફઘાનિસ્તાનમાં હુમલાના ખતરાને કારણે લોકોને હોટલમાં ન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને કાબુલની સેરેના હોટલમાં બિલકુલ ન રહો.
સેરેના હોટલ બે વખત હુમલાનો ભોગ બની છે
કાબુલની સેરેના હોટલ અહીંની વૈભવી હોટલ છે, જ્યાં પ્રવાસીઓ અને વિદેશી મહેમાનો આવે છે અને રહે છે. આ હોટલ ભૂતકાળમાં બે વખત તાલિબાનના હુમલાનું નિશાન બની છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ઘણા વિદેશીઓએ અફઘાનિસ્તાન છોડી દીધું છે, પરંતુ કેટલાક પત્રકારો અને સહાયકો કાબુલમાં રોકાયા હતા.
તાલિબાન-યુએસ પ્રતિનિધિઓ શનિવાર-રવિવારે મળ્યા
છેલ્લા બે દિવસમાં કતારની રાજધાની દોહામાં તાલિબાન અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે એક-એક બેઠક થઈ હતી. અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ આ પ્રથમ રૂબરૂ બેઠક હતી. સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અમેરિકાએ આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને અમેરિકન નાગરિકો અને અન્ય વિદેશી નાગરિકોને દેશ છોડવા માટે સલામત માર્ગ આપવાની વાત કરવામાં આવી હતી.
લખીમપુર હિંસા / મંત્રીનો પુત્ર આશિષ મિશ્રા થારમાં હતો, CCTV ફૂટેજમાં મળ્યા પુરાવા
મુન્દ્રા પોર્ટ ડ્રગ કેસ / અદાણી પોર્ટનો મોટો નિર્ણય, આ ત્રણ દેશોથી આવતા કાર્ગો કન્ટેનરનું સંચાલન નહીં કરે
મહારાષ્ટ્ર / પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના વિવિધ સ્થળો પર CBIના દરોડા, ઘણા સામે કેસ નોંધાયા
ભડકાઉ નિવેદન / આર્યનની સરનેમ ખાન હોવાના કારણે ટાર્ગેટ પર : મહેબૂબા મુફ્તી
વિરોધ / અમિતાભ બચ્ચને પાન મસાલા બ્રાન્ડ સાથે રદ કર્યો કરાર, પરત કરી ફી
