Not Set/ ગુજરાત/ રાજ્યનાં છુટાછવાયા વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો કારણ

આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે લાગી રહ્યુ છે કે તે આ વર્ષે જવાનુ નામ જ નથી લઇ રહ્યા. આવુ કેમ કહેવાઇ રહ્યુ છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોમાં દિવાળીનાં તહેવારનાં સમયે વરસાદ પડ્યો નથી અને આ વખતે વરસાદ ખૂબ પડ્યો છે. ત્યારે એકવાર ફરી વરસાદ રાજ્યમાં એન્ટ્રી કરે તેવા સંકેતો મળી […]

Top Stories Gujarat Others
rain 4 ગુજરાત/ રાજ્યનાં છુટાછવાયા વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો કારણ

આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે લાગી રહ્યુ છે કે તે આ વર્ષે જવાનુ નામ જ નથી લઇ રહ્યા. આવુ કેમ કહેવાઇ રહ્યુ છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોમાં દિવાળીનાં તહેવારનાં સમયે વરસાદ પડ્યો નથી અને આ વખતે વરસાદ ખૂબ પડ્યો છે. ત્યારે એકવાર ફરી વરસાદ રાજ્યમાં એન્ટ્રી કરે તેવા સંકેતો મળી રહ્યા છે.

Image result for rainfall by arabian sea maha

આપને જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યાર બાદ હવે અરબી સમુદ્રમાં મહા નામનું વાવાઝોડું સર્જાયું છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું પણ ગુજરાતથી દૂર ફંટાઇ જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર નવેમ્બર સુધી રાજ્યનાં છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડુ હાલમાં કર્ણાટક અને કેરળનાં સમુદ્ર કિનારા નજીક છે. જે આગામી 48 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.