Not Set/ યોગી રાજમાં સામે આવી શરમજનક ઘટના, પિતા મૃતદેહને આ રીતે લઇ જવા પુત્ર બન્યો લાચાર, વાંચો

 બારાબંકી, ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભગવો લહેરાયો છે. પરંતુ આ યોગી રાજમાં એક શરમજનક ઘટના સામે આવી છે એ જાણીને દેશનો કોઈ પણ વ્યક્તિ હેરાન થઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક એવી ઘટના વાઈરલ થયેલા દ્રશ્યોમાં એક પુત્ર તેના પિતાના મૃતદેહને હોસ્પિટલમાંથી સાઇકલ રિક્ષામાં ઘરે લઇ જોતા જોવા મળી રહ્યો છે. હકીકતમાં આ કાળજું કંપાવનારી ઘટના […]

India
dhhh યોગી રાજમાં સામે આવી શરમજનક ઘટના, પિતા મૃતદેહને આ રીતે લઇ જવા પુત્ર બન્યો લાચાર, વાંચો

 બારાબંકી,

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભગવો લહેરાયો છે. પરંતુ આ યોગી રાજમાં એક શરમજનક ઘટના સામે આવી છે એ જાણીને દેશનો કોઈ પણ વ્યક્તિ હેરાન થઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક એવી ઘટના વાઈરલ થયેલા દ્રશ્યોમાં એક પુત્ર તેના પિતાના મૃતદેહને હોસ્પિટલમાંથી સાઇકલ રિક્ષામાં ઘરે લઇ જોતા જોવા મળી રહ્યો છે.

હકીકતમાં આ કાળજું કંપાવનારી ઘટના દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના બારાબંકીની છે. બારાબંકીમાં ૫૦ વર્ષીય મંશારામ નામના વ્યક્તિની તબિયત સોમવારે ખરાબ થઇ ગઈ હતી. ત્યારબાદ રાજકુમાર નામનો તેમનો પુત્ર પિતા મંશારામને લઈને સીએચસી હોસ્પિટલ પહોચ્યો હતો. હોસ્પિટલ પહોચ્યા બાદ ડોક્ટરોએ તેઓને મૃત ઘોષિત કર્યા હતા. પરંતુ આ મૃત વ્યક્તિના દેહને હોસ્પિટલથી પોતાના ઘરે પહોચાડવા માટે હોસ્પિટલના ડોક્ટરોએ જે માનવતા દાખવી તે જોઈ તમે પણ અચરજ પરમાડી શકો છો.

મંશારામ નામના આ વ્યક્તિને મૃત ઘોષિત કર્યા બાદ હોસ્પિટલ દ્વારા કોઈ એમ્બુલન્સ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ત્યારબાદ તેઓના પુત્ર તેમજ અન્ય પરિવારજનો કલાકો સુધી મદદની ગુહાર માટે ભટક્યા હતા પરંતુ કોઈ મદદ માટે સામે આવ્યું ન હતું ત્યારે અંતે તેઓએ સાઇકલની રિક્ષામાં મુકીને આ દેહને મુકીને લઇ જવામાં આવ્યો હતો.

ડોક્ટર જણાવતા રહ્યા કે, પ્રધાનને સુચના પહોચાડવામાં આવી છે, તેઓ મદદ કરશે. પરંતુ આ વાતને બે કલાક સુધી કોઈ ન આવ્યું ત્યારે આંખોમાં આંસુ લઇ તેમનો પુત્ર રાજકુમાર આઠ કિલોમીટર સુધી પિતાના દેહને રિક્ષામાં લઇ ગયો હતો. પરંતુ જયારે તે સ્મશાનગૃહ પહોચ્યો ત્યારે તેની પાસે પિતાના અંતિમ સંસ્કાર કરવાના પણ રૂપિયા ન હતા. ત્યારબાદ કોઈ આર્થિક મદદ ન મળવાના કારણે રાજકુમાર પિતાના અંતિમ સંસ્કાર પણ કરી શક્યો નથી.

આ ઘટના અંગે પ્રશ્નો ઉભા થતા સીએચસી હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર આર ચંદ્રાએ જણાવ્યું, “અમારી પાસે જિલ્લા લેવલ પર માત્ર ૨ જ શબવાહિની છે. પરંતુ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લેવલ પર શબવાહિનીની સુવિધા નથી.” એવો ઉડાઉ જવાબ આપ્યો હતો.