Not Set/ કુલગામમાં યારીપુરા પોલીસ સ્ટેશન પર નિષ્ફળ આતંકીવાદી હુમલો

હવે કોઇ કાળે પડોશી પાકિસ્તાન સુધરે તેમ લાગતું નથી…ઉરી,બારામુલા બાદ હવે કુલગામમાં યારીપુરા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે… મંગળવાર સવારથી લઇને સતત ફાયરિંગ કરી રહેલા પાકિસ્તાનીઓએ મોડી સાજે પણ કુલગામના પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું…અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું…જેમાં સામે પક્ષે ભારતીય સુરક્ષા દળો દ્વારા પણ જવાબી ફાયરિંગ કરીને વળતો વાર કર્યો છે…પાકિસ્તાન પોતાની […]

India

હવે કોઇ કાળે પડોશી પાકિસ્તાન સુધરે તેમ લાગતું નથી…ઉરી,બારામુલા બાદ હવે કુલગામમાં યારીપુરા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે… મંગળવાર સવારથી લઇને સતત ફાયરિંગ કરી રહેલા પાકિસ્તાનીઓએ મોડી સાજે પણ કુલગામના પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું…અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું…જેમાં સામે પક્ષે ભારતીય સુરક્ષા દળો દ્વારા પણ જવાબી ફાયરિંગ કરીને વળતો વાર કર્યો છે…પાકિસ્તાન પોતાની અવળચંડાઇ સતત કરી રહ્યું છે.. મંગળવારના સવારે નૌશેરામાં..બપોરે અખનૂરમાં…અને સાંજ પડતા જ કુલગામમાં ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી…હવે લાગી રહ્યું છે કે આ નાલાયક દેશને સર્જિકલની નહીં પણ પુરી સર્જરી કરવાની જરૂર છે.. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું.. 20 રાઉન્ડ ફાયર કર્યા પછી આતંકીઓ ભાગી ગયા.. બીજી તરફ એવા પણ અહેવાલ મળ્યા છે કે, સોમવારે મોડી રાત્રે કુલગામમાં આતંકીવાદીઓ પોલીસના હથિયારો લઈને ભાગવામાં સફળ રહ્યા હતા.. મહત્વનું છે કે, ભારત સરકાર માત્ર છ મહિના જેટવી મુદ્દત આપે તો ભારતીય સેના પીઓકેમાથી તમામ આતંકી કેમ્પનો સફાયો કરી દેવા માટે સજ્જ છે.. પાકિસ્તાન બસ્તરનાં કાશ્મીરમાં જુદા જુદા 50 જેટલા લોન્ચ પેડ પર ભારતમાં ત્રાટકવા માટે 200 જેટલા ત્રાસવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે.. આ માહિતી મળતાની સાથે જ ભારતની આર્મીએ છ મહિનાનો સય માગ્યો છે