Not Set/ 7 વર્ષ પછી ઉત્તર કોરિયાથી બહાર આવ્યો તાનાશાહ કિમ જોંગ, ગુપ્ત રીત કરી ચીનની મુલાકાત ?

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જાપાનના મડિયાનું માનીએ તો કિમ જોંગ સ્પેશીયલ ટ્રેનથી ચીન પહોંચ્યા છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે એક ટ્રેન ઉત્તર કોરિયાથી અધિકારીને લઇને બીજિંગ પહોંચી છે પરંતુ બ્લૂમબર્ગ મીડિયાએ દાવો કર્યો છે કે તે જ ટ્રેનમાં કિમ જોંગ પણ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ […]

World
utr koriayaa 7 વર્ષ પછી ઉત્તર કોરિયાથી બહાર આવ્યો તાનાશાહ કિમ જોંગ, ગુપ્ત રીત કરી ચીનની મુલાકાત ?

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જાપાનના મડિયાનું માનીએ તો કિમ જોંગ સ્પેશીયલ ટ્રેનથી ચીન પહોંચ્યા છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે એક ટ્રેન ઉત્તર કોરિયાથી અધિકારીને લઇને બીજિંગ પહોંચી છે પરંતુ બ્લૂમબર્ગ મીડિયાએ દાવો કર્યો છે કે તે જ ટ્રેનમાં કિમ જોંગ પણ હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ જોંગે જ્યારથી દેશની શાસન સંભાળ્યું છે ત્યારથી કિમ જોંગ દેશની બહાર નથી નીકળ્યા અને જો જાપાનના મીડિયાની વાત કરીએ તો આ બહુ મોટી વાત છે તેમ કહી શકાય.

7 વર્ષ પહેલા ઉત્તર કોરિયાની સત્તા કિમ જોંગે સંભાળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનએ ઉતર કોરિયાનો માત્ર એક મિત્ર છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કિમ જોંગ ચીનમાં કેટલા દિવસ ત્યાં રોકવાનો છે અને તે કોના સાથે મુલાકત કરવાનો છે.

હાલ તો એવી અટકળો ચાલી રહી છે અમેરિકાની સાથે ઉત્તર કોરિયાની ચીનની યાત્રામાં પરમાણુ સહિત ઘણી બધી મહત્વની વાતો કરશે. એક તરફ ઉત્તર કોરિયાના દૂતાવાસના અધિકારીઓ આ વાત પર કઈ પણ બોલવા માટે તૈયાર નથી.

આ મહિનામાં ઉત્તર કોરીયાએ વિદેશ મંત્રીની સ્ટોકહોમમાં સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોક્વેન સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ઉત્તર કોરિયાના નેતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત અંગે સહમતી થઈ હોવાના અહેવાલ આવ્યા હતા