Not Set/ એનઆરસી મહાભારત : મમતા બોલ્યા બંગાળી લોકોને ભગાડી રહી છે સરકાર

આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનનો (એનઆરસી) બીજો અને છેલ્લો ડ્રાફ્ટ પેશ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ 2 કરોડ 89 લાખ 83 હજાર 677 લોકોને નાગરિક માનવામાં આવ્યા છે. જયારે 40 લાખ લોકો ગેરકાનૂની નાગરિક છે. ડ્રાફ્ટ આવતા જ રાજનીતિક ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે […]

Top Stories India
MamataBanerjee એનઆરસી મહાભારત : મમતા બોલ્યા બંગાળી લોકોને ભગાડી રહી છે સરકાર

આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનનો (એનઆરસી) બીજો અને છેલ્લો ડ્રાફ્ટ પેશ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ 2 કરોડ 89 લાખ 83 હજાર 677 લોકોને નાગરિક માનવામાં આવ્યા છે. જયારે 40 લાખ લોકો ગેરકાનૂની નાગરિક છે. ડ્રાફ્ટ આવતા જ રાજનીતિક ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે.

ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે એનઆરસી નામ પર બંગાળી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આસામ એનઆરસી પર કહ્યું કે ઘણા લોકો પાસે આધાર કાર્ડ અને પાસપોર્ટ હોવા છતાં પણ એમનું નામ ડ્રાફ્ટમાં નથી. સાચા દસ્તાવેજો હોવા છતાં પણ લોકોને ડ્રાફ્ટમાં શામેલ કરવામાં આવ્યા નથી. એમને અટકના કારણે બહાર કરવામાં આવ્યા છે. શું ભાજપ સરકાર જબરદસ્તી લોકોને બહાર કાઢવા માંગે છે?

707744 assam nrc 970 e1532946799540 એનઆરસી મહાભારત : મમતા બોલ્યા બંગાળી લોકોને ભગાડી રહી છે સરકાર

મમતા બેનર્જીએ કહ્યું કે સરકાર બંગાળી લોકોને નિશાન બનાવી રહી છે. અને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. મમતાએ ચિંતા દર્શાવતા કહ્યું કે 40 લાખ લોકો, જેને ડ્રાફ્ટ માંથી બહાર કરવામાં આવ્યા છે તેઓ ક્યાં જશે? જો બાંગ્લાદેશ પણ એમને નહિ રાખે તો એમનું શું થશે?

મમતાએ કહ્યું કે આસામ સાથે અમારા રાજ્યની સીમા લાગેલી છે. એનઆરસી માં જે લોકોના નામ નથી, એનો મતલબ એવો નથી કે તેઓ ભારતીય નથી. ઉત્તર બંગાળના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતીય નથી. બંગાળીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મમતાએ ચેતવણી આપતા કહ્યું કે યાદ રાખજો કે તેઓ રોહીંગ્યા નથી.

assam12 e1532946826927 એનઆરસી મહાભારત : મમતા બોલ્યા બંગાળી લોકોને ભગાડી રહી છે સરકાર

એનઆરસી ડ્રાફ્ટમાં અવૈધ દર્શાવવામાં આવેલા લોકોને બંગાળમાં શરણ આપવા બાબતે મમતા બેનર્જીએ કહ્યું કે આ સમસ્યા અમારી પાસે આવે છે, તો અમે રાજનીતિક રીતે કેન્દ્ર સરકાર જેવો વ્યવહાર નહિ કરીએ. અમે માણસ છીએ. એમને સુરક્ષા આપવી અમારું કર્તવ્ય છે. અમે એમને પાછા ના મોકલી શકીયે. આપણે આપણા નાગરિકોને શા માટે બહાર કાઢવા જોઈએ. એમાંના મોટાભાગના લોકો ભારતીય નાગરિક છે.હવે તેઓ કેન્દ્ર સરકારના કારણે શરણાર્થી બનેલા છે.

જણાવી દઈએ કે આસામમાં ગેરકાનૂની રીતે રહેતા લોકોને કાઢવા માટે સરકારે નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) અભિયાન ચલાવ્યું હતું. દુનિયાના સૌથી મોટા અભિયાનોમાં ગણવામાં આવતો આ કાર્યક્રમ ડિટેક્ટ, ડીલીટ અને ડિપોર્ટ પર આધારિત છે. મતલબ કે ગેરકાનૂની રીતે રહેતા લોકોને પહેલા ઓળખી કાઢવામાં આવશે ત્યારબાદ એમને એમના દેશમાં પાછા મોકલવામાં આવશે.