MANTAVYA Vishesh/ ગોંડલમાંથી જયરાજનો ડર ભગાવવો તે મારો મુદ્રાલેખઃ અલ્પેશ કથીરિયા

જયરાજ એટલે ગોંડલ અને ગોંડલ એટલે જયરાજ. પણ હવે દિવસો દૂર નથી કે આ વાત ફક્ત ઇતિહાસ જ બનીને રહી જાય. આ બીડું ઉપાડ્યું છે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ. અલ્પેશ કથીરિયાએ ગોંડલમાં કરવામાં આવતા જયરાજના અત્યાચારને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને તેમનું ધ્યાન દોર્યુ છે.

Mantavya Vishesh

જયરાજ એટલે ગોંડલ અને ગોંડલ એટલે જયરાજ. પણ હવે દિવસો દૂર નથી કે આ વાત ફક્ત ઇતિહાસ જ બનીને રહી જાય. આ બીડું ઉપાડ્યું છે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ. અલ્પેશ કથીરિયાએ ગોંડલમાં કરવામાં આવતા જયરાજના અત્યાચારને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને તેમનું ધ્યાન દોર્યુ છે.

તેમણે શબ્દો ચોર્યા વગર એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ગોંડલની પોલીસ જયરાજના પાલતુ પોપટની જેમ વર્તે છે. તે કાયદાને કાયદો નહીં પણ જયરાજ કહે તેને કાયદો માને છે. ગોંડલમાં જયરાજની સામે પડ્યા એટલે ગયા સમજો.

જયરાજના અત્યાચાર સામે બંડ પોકારનારા નિખિલ દાંગા પર ગુજસીટોક લગાવી દેવામાં આવ્યો. દિનેશ પાતર લડ્યા તો તેમને જેલભેગા કરી દેવાયા, પીયુષ રાદડિયા ફક્ત અમારા સમર્થનમાં રેલીમાં ભાગ લેવા આવ્યો તો તેને પણ જેલભેગો કરવામાં આવ્યો. હાલમાં તેની તબિયત ખરાબ છે અને અમે તેની ખબર કાઢવા આવ્યા છીએ, એમ જિગિષા પટેલે જણાવ્યું હતું.

ગોંડલ પર પિતાપુત્રનું એકહથ્થુ શાસન ચાલે છે. વાસ્તવમાં ભારતમાં લોકશાહી છે. આ પ્રકારે ગુંડાટોળકીનું શાસન જરા પણ સાંખી ન લેવાય. આમ અલ્પેશ કથીરિયાએ બતાવી દીધું છે કે જયરાજના મામલે તે ઝપીને બેસવાના નથી. જયરાજની ધમકીઓથી ડરીને તે કંઈ પાછા પડી જવાના નથી, પછી ભલેને ગુંડાઓ દ્વારા તેમના પર હુમલો કરાવવામાં આવ્યો હોય.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે મારી કોઈ રાજકીય ઇચ્છા નથી, હું લોકશાહી મૂલ્યોને વરેલો માણસ છું. આજના લોકશાહીના યુગમાં ગોંડલની પ્રજા આ રીતે કોઈ ગુંડાના હાથ નીચે દબાઈને જીવે તે હું જોઈ શકતો નથી. તે મને દાઝે છે, પ્રજાનું હિત અને ગોંડલનું હિત મને દાઝે છે. મારે ગોંડલવાસીઓના હૃદયમાંથી જયરાજનો ડર દૂર કરવો છે. આ માટે મારે જેટલી વખત ગોંડલ આવવું પડે તેટલી વખત હું આવીશ, આ વાત પણ જયરાજ કાન ખોલીને સાંભળી લે. જયરાજને મોકલવા હોય તેટલા ગુંડા કે પોલીસ હું આવું ત્યારે મોકલે પણ હું ગોંડલ આવીશ. ગોંડલની પ્રજાના હૃદયમાંથી હું જયરાજનો ડર ભગાવીશ. જ્યારે મારુ કાર્ય સાર્થક થશે બસ ત્યારે જ હું ગોંડલને રામરામ કરીશ. હું ગોંડલને લોકશાહી મૂલ્યોને વરેલા લોકોના હાથમાં જોવા માંગું છું. કોઈ ગુંડાના હાથમાં આ પ્રકારનું સુકાન હું જોઈ શકતો નથી.

પહેલા જયરાજ અને હવે ગણેશ ગોંડલ, શું ગોંડલ આ લોકોનું ગુલામ રહેવા સર્જાયેલું છે. જરા પણ નહીં. ગોંડલને પણ વિકાસની પાંખો આપવી છે, ગોંડલના વિકાસની નવી ક્ષિતિજો ઉઘાડવી છે, હાલના ગોંડલના વિકાસ નામના બધા જ ફળ આખું આ જાડેજા પરિવાર જ ખાઈ જાય છે.

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે ગોંડલની મિર્ઝાપુર તરીકેની જે છાપ પડી ગઈ છે તે મારે દૂર કરવી છે. ગોંડલ ગોંડલ છે, જયરાજનો પરિવાર નથી. ગોંડલે લોકશાહીની ખુલ્લી હવામાં શ્વાસ લેવો હોય તો તેના માટે જયરાજ નામના વિષચક્રનો અંત લાવવો જરૂરી છે. આઝાદી માટે આખા સૌરાષ્ટ્રે લડત ચલાવી હતી તો હવે ગોંડલ આઝાદીની હવામાં શ્વાસ કેમ ન લે.

આજે કોઈ વ્યક્તિના ઘરની સામે તમે જુઓ અને તે તમારી આંખો જ કાઢી લે, આવું ગોંડલમાં જ ચાલે. શું દેશમાં આવું બીજે ક્યાંય બની શકે, જરા પણ નહીં. શું ગોંડલ આ પ્રકારની દાદાગીરી હજી પણ સહન કરતું રહેશે, ના જરા પણ નહીં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જિગિષાબેન પટેલ 27મી એપ્રિલના રોજ ગોંડલ ગયા ત્યારે જયરાજના સમર્થકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. તેને લઈને અલ્પેશે જણાવ્યું હતું કે આ જ વાવટાઓની અંદર જયરાજના શાસનને અમે ધરબી દઇશું.

ગણેશ ગોંડલે કોની માએ દૂધ પીધું છે તે ગોંડલ આવે તેમ જણાવ્યું હતું. અમે આ પડકાર ઝીલી લીધો હતો અમે ત્યાં આવીને અને તેમની છાતી પર પગ મૂકીને બતાવી દીધું હતું કે લે, અમે ગોંડલમાં આવ્યા, તું અમારું શું ઉખાડી શક્યો. થોડા ગુંડાઓ રોકી ગાડીઓના કાચ તોડાવ્યા બસ એટલું જ. પણ અમે તો તારા પડકારને ઝીલીને ગોંડલમાં પગ મૂકીને બતાવ્યો, એમ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું.

જો કે અલ્પેશ કથીરિયાના આગમન અંગે જયરાજ જાડેજા પત્રકાર પરિષદ બોલાવીને કહી ચૂક્યા છે કે તેની સાથે બનેલા ઘટનાક્રમમાં અમારો કોઈ હાથ નથી. આ તો તેઓએ ગોંડલને મિર્ઝાપુર કહ્યુ એટલે લોકો ઉશ્કેરાયા અને હુમલો કર્યો. બાકી તે આવે કે જાય અમને કોઈ ફેર પડતો નથી. તેમને ઇચ્છા હોય તો આગામી દસેક મહિના જિલ્લા પંચાયતની ચૂંટણી છે જ. તેમા તે વરરાજા થઈને આવે અમને કોઈ વાંધો નથી. પણ જો તે ગોંડલને બદનામ કરશે તો ગોંડલની પ્રજા તેમને જવાબ આપશે જ.

જો કે આગામી દિવસોમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જિગિષાબેન ગોંડલમાં કોઈ કાર્યક્રમ આપવાના છે તેના અંગે તેમણે કોઈ ફોડ પાડ્યો ન હતો, પણ તેમણે તે વાત મક્કમ સૂરે કહી હતી કે અમે ગોંડલને રેઢું તો નહીં જ મૂકીએ. ગોંડલવાસીઓને અહેસાસ અપાવીશું કે આ ગોંડલ તેમનું છે. રાજકુમાર જાટ જેવા યુવાનના કમોત હવે ગોંડલ નહીં સાંખી લે. રતનલાલ જાટ જેવા પિતાની આંખોના આંસુ વ્યર્થ નહીં જવા દઈએ. જયરાજના અત્યાચારનો ભોગ બનેલા દરેક લોકોની કસમ છે, અમે તેમને ન્યાય અપાવીશું. તેને માટે અમારે ભલે ગમે તેવી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે, પણ જયરાજ અને તેના પુત્ર ગણેશ ગોંડલના ઐતિહાસિક શાસનને ગોંડલમાં જ ઇતિહાસ ન બનાવીએ ત્યાં સુધી અટકીશું નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી