diwali Festival/ આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું મહત્વ યથાવત રહ્યું છે…

દીપાવલી પર્વ હવે નજીકનાં દિવસોમાં આવનાર છે ત્યારે દિવાળીમાં દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે ત્યારે કોરોના મહામારીમાં પાટણની બજારમાં હાલ માં માટીનાં કોડીયા બનાવનાર કારીગરો કોડિયા બનાવવામાં જોતરાઈ જવા પામ્યા છે તો બીજી તરફ લોકો પણ કોડિયાની ખરીદીમાં જોડાયા છે.

Top Stories Mantavya Vishesh

@પ્રવીણ દરજી ,મંતવ્ય ન્યૂઝ પાટણ

દીપાવલી પર્વ હવે નજીકનાં દિવસોમાં આવનાર છે ત્યારે દિવાળીમાં દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે ત્યારે કોરોના મહામારીમાં પાટણની બજારમાં હાલ માં માટીનાં કોડીયા બનાવનાર કારીગરો કોડિયા બનાવવામાં જોતરાઈ જવા પામ્યા છે તો બીજી તરફ લોકો પણ કોડિયાની ખરીદીમાં જોડાયા છે. જોકે કોરોનાને લઈ હાલમાં વેપારમાં મંદી જોવા મળી રહી છે.

announcement / ભાજપે 39 શહેર-જિલ્લાનાં પ્રમુખોની યાદી જાહેર કરી…

સમગ્ર દેશભરમા ચાઈનીઝ ચીજવસ્તુઓની ખરીદી પ્રત્યે દેશવાસીઓ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે અને સ્વદેશી અપનાવી રહયા છે ત્યારે હાલમાં દિવાળીના તહેવારો નજીક હોઈ તહેવારોમાં પોતાના ઘરની સજાવટ માટે લોકો ચાઈનીઝ વસ્તુઓની ખરીદી ના કરી સ્વદેશી વસ્તુઓની વધુ ખરીદી કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં પણ દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના કોડિયા એટલે કે દીવડાઓની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકો ઘર સજાવટ માટે શહેરની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓના બદલે લોકો મોટી સંખ્યામાં માટીના કોડિયાની ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે.

CRAFTSMAN 12 Pc Set Of Diwali Gift/Diwali Decorations Diwali Diya.  (Assorted Colors) Handmade Natural Earthen Oil Lamp/Welcome Traditional  Diyas With Cotton Wicks Batti. Diwali Earthen Lamp. Oil Lamp on Galleon  Philippines

તો વધુ માં લોકોને સ્વદેશી માં પણ આધુનિક વેરાયટી મળી રહે તે માટે આ વર્ષે હસ્ત કારીગરો એ વિવિધ ડિઝાઇન વાળા કોડિયા તૈયાર કર્યા છે જેને લઇ દર વર્ષની સરખામણી કરતા આ વર્ષે હસ્ત કારીગરો દ્વારા બનાવેલ માટીના કોડિયાનું વેચાણ થતું હોઈ સ્થાનિક વેપારીઓ આત્મ નિર્ભર બનતા વેપારીની આવકમાં પણ વધારો થતા કારીગરો અને વેપારીઓ માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

ahmedabad / હનીફ દાઢી હત્યા મામલો, પુત્ર પર શંકાના પગલે નોટિસ…

પરંપરાગત રીતે આદિકાળ થી લઇ આજદિન સુધી સમાજ માં માટીના કોડિયા નું મહત્વ આજે પણ જળવાઈ રહ્યું છે વર્ષ દરમ્યાન કોઈ પણ શુભ કામ હોઈ કે ભગવાન ની પૂજા માટે દીવો કરવા માટે કે પછી તહેવારો માં ઘરની સજાવટ માટે હોય ત્યારે આધુનિક યુગમાં પણ લોકો ચાઈનીઝ લાઈટો કરતા માટીના દીવડાઓ પ્રત્યે વધુ આકષર્ણ ધરાવે છે તો વધુ માં લોક સંસ્ફુર્તિ પ્રમાણે ઘર આંગણે દીવો કરવાથી ઘર માં સુખ સમૃધ્ધિ આવે છે. 

#Vocal_for_Local / “ઓનલાઈન છોડો સ્વદેશી અપનાવો” – મંતવ્ય ન્યૂ…

આમ પરદેશી ચીજ વસ્તુઓના બદલે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી લોક સસ્ફુર્તિ પણ ઉજગાર થતી હોય તેવા આશ્રયથી આ વર્ષે લોકો દિવાળીમાં ઘર સજાવટ માટે માટીના કોડિયા છે કે દિવાળીના તહેવારોમાં સમગ્ર પરિવારના જીવનમાં અંધકાર દૂર થાય અને નવો પ્રકાશ મળે તે માટે ઘરના આંગણે લોકો દીવડાઓ પ્રગડાવે છે અને આજે પણ આ દીવડાઓની સજાવટ થી સજ્જ ઘર આંગણું ગમે તેટલી કિંમતી લાઈટો થી સજ્જ આંગણા ને ઝાંખું પાડી દે છે એટલે જ આજે પણ આધુનિક યુગ માં માટીના કોડિયા નું મહત્વ યથાવત રહેવા પામ્યું છે.