જમ્મુ-કાશ્મીરનાં શોપિયન જિલ્લાનાં હિંદ-સીતાપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેના દ્રારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકી પાસેથી સેના દ્રારા ભારે માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સેના શોપિયન જિલ્લાનાં સમગ્ર હિંદ-સીતાપોર વિસ્તારને ધેરી સધન સર્ચ ઓપરેશન કરી રહી છે.
એક તરફ પાકિસ્તાન શાંતીનું ગુહાર લગાવી રહ્યું છે અને LoC પરનાં તમામ આતંકી લોન્ચ પેડ્સ હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ કાશ્મીરને સળગતું રાખવા ISIS દ્રાર કાશ્મીર માટે નવું માળખું તૈયાર કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. IS એ કાશ્મીર ઘાટ માટે ‘નવા પ્રાંત યુનિટનું ગઠન કર્યાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.

ISએ પોતાનાં એક નિવેદનમાં ‘વિલાય-એ-હિન્દ’ અથવા “ભારતીય પ્રાંત”નો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેણે જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો નથી. ISનાં આ નિવેદનનાં સંદર્ભમાં પૂર્વે ઝડપાયેલા અને આતંકવાદી સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકોએ સેના અને એજન્સીઓ દ્રરા કરવામાં આવેલી પૂછપરછમાં પણ મહદ અંશે પુષ્ટી થતી જોવા મળે છે ત્યારે ભારતીય સેના સર્વભૌમત્વ માટે કાઇ પણ પરિસ્થિતિ સામે લડવા તૈયાર છે.
