HAVAMAN PALTO/ હજુ તો માંડ શિયાળો જામ્યો છે ત્યાં ફરી વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં હજુ તો શિયાળાની શરૂઆત છે. રાજ્યમાં ઠંડીની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં હજુ તો શિયાળાની શરૂઆત છે. રાજ્યમાં ઠંડીની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે આણંદ જિલ્લામાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આ આગાહીના કારણે ખેડૂતોમા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અત્યારે કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા પાકને મોટું નુકશાન થવાની ભીતિ ખેડૂત મિત્રોને સતાવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…