PUNJAB/ ‘ભગવંત માન પંજાબના તમામ મંત્રીઓને આપશે ટાર્ગેટ અને જો પૂરા નહીં થાય તો…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં AAP ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે હું કંઈપણ સહન કરી શકું છું, બેઈમાની નહીં, હું કામ કરવાની તક આપીશ, પરંતુ જો બેઈમાની થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories India

પંજાબમાં આજે સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. મોહાલીમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રી ભગવંત માન હાજર હતા અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીએમ ભગવંત માનના  તમામ મંત્રીઓને ટાર્ગેટ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, “ગઈકાલે કેબિનેટમાં જે પણ મંત્રીઓએ શપથ લીધા હતા. હું તેને અભિનંદન નહીં આપું. હું તેમને શુભેચ્છા પાઠવીશ. હું પ્રાર્થના કરીશ કે જે પણ જવાબદારી આપવામાં આવી છે, તે જવાબદારીને તેઓ સમર્પણ, ઈમાનદારી અને મહેનતથી નિભાવે. લોકોની નજર દરેક વ્યક્તિ પર છે. સમય ઓછો છે. માને એટલું જ કહ્યું કે અમે 75 વર્ષ વેડફ્યા છે. અત્યારે સમય ઓછો છે.”

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સાહેબ દરેક મંત્રીને ટાર્ગેટ આપશે, સમય નક્કી થશે. દિવસ-રાત મહેનત કરવી પડશે.  જો કામ પૂર્ણ નહીં થાય તો જનતા કહેશે કે આ મંત્રી બદલો, બીજા મંત્રી લાવો. ત્યારે થોડું ખરાબ લાગે પણ એ મજબૂરી છે. કામ કરવું પડશે, ટાર્ગેટ પૂરા કરવા પડશે. ચંદીગઢમાં કોઈને બેસવાનું નથી. લોકોને ઘોડા-ગાડાની આદત પડી જાય છે. 24 કલાક જાહેરમાં રહેવું પડશે.

તેમણે કહ્યું, “મેં સાંભળ્યું છે કે જે લોકો મંત્રી નથી બની શક્યા તેઓ ખુશ નથી, અમારી પાસે 92 ધારાસભ્યો છે, ફક્ત 17 જ મંત્રી બની શકે છે, પોતાને મંત્રીથી ઓછા ન સમજો. જુદી જુદી ઈચ્છાઓ ન રાખો. એક ટીમ તરીકે કામ કરો. દરેકને જવાબદારી મળશે, ભગવંત માન જે પણ સન્માન આપે છે તે જવાબદારી પૂરી કરો. તમારામાંથી કેટલાકે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમે ધારાસભ્ય બની જશો, કેટલાકે મોટા લોકોને હરાવ્યા છે, પરંતુ ગર્વ ન કરો.

શિક્ષણ/ ગુજરાત CETની પરીક્ષા આ તારીખે યોજાશે

National/ કાશ્મીર ફાઇલ ને લઇ ગુલામ નબી આઝાદે કહ્યું- 24 કલાક વિભાજિત કરવાનું કામ રાજકીય પક્ષો જ કરી શકે

બનાસકાંઠા/ ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો