Madhyapradesh News/ 10 વર્ષ બાદ ઐતિહાસિક સંયોગ, ભોજશાળામાં પૂજા અને નમાઝ સાથે યોજાઈ!

ધ્યપ્રદેશના ધારમાં વસંત પંચમી અને જુમ્માનો સંયોગ થતા ભોજશાળા (Bhojshala) માં પૂજા અને નમાઝ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ. ૮૦૦૦ જવાનો અને AI દ્વારા સુરક્ષા તપાસ.

Top Stories NATIONAL India
Bhojshala

Dhar Bhojshala Vasant Panchami Puja Namaz 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક અને વિવાદિત ભોજશાળામાં આજે શ્રદ્ધા અને સુરક્ષાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 10 વર્ષના લાંબા ગાળા બાદ વસંત પંચમી અને શુક્રવાર (જુમ્મા) એક જ દિવસે આવતા પ્રશાસન દ્વારા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, હિન્દુ પક્ષે વાગ્દેવીની પૂજા કરી હતી, જ્યારે મુસ્લિમ પક્ષે નિર્ધારિત સમયે જુમ્માની નમાઝ અદા કરી હતી.

Bhojshala

Bhojshalaમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવન-પૂજા

વસંત પંચમીના પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભોજશાળામાં હિન્દુ શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટ્યો હતો. સૂર્યોદયની સાથે જ મા સરસ્વતી (વાગ્દેવી) ની પૂજા અને અર્ચના શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ‘હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ની અરજી પર સુનાવણી કરતા હિન્દુ પક્ષને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પૂજા અને હવન કરવાની મંજૂરી આપી છે, જે મોડી સાંજ સુધી ચાલશે.

સુરક્ષાના સાય હેઠળ જુમ્માની નમાઝ

શુક્રવાર હોવાને કારણે મુસ્લિમ પક્ષને બપોરે 1 થી 3 વાગ્યા સુધી ભોજશાળા (Bhojshala) ના એક અલગ વિસ્તારમાં નમાઝ અદા કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ રીતે નમાઝ સંપન્ન થઈ હતી. ભીડ વધી જતાં પ્રશાસન દ્વારા વધારાના લોકોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

Bhojshala

8000 જવાનો અને AI થી સજ્જ સુરક્ષા

કોઈપણ પ્રકારનો તણાવ ન સર્જાય તે માટે ધાર શહેર અને ભોજશાળા પરિસરને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં સ્થાનિક પોલીસ ઉપરાંત CRPF અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના 8000 થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તાર પર CCTV કેમેરા, ડ્રોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનિકની મદદથી સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : મધ્યપ્રદેશના મહુમાં દૂષિત પાણીથી 19 બાળકો સહિત 25 લોકો બીમાર 

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત

આ પણ વાંચો : મધ્યપ્રદેશની સૌથી મોટી ટેક્સ ડિમાન્ડ… 2002 કરોડની નોટિસ: 1946 કરોડનો કરચોરીનો કેસ