Not Set/  આરએસએસને નિશાનો બનાવતા રાહુલ ગાંધીને સંઘ કાર્યક્રમમાં આપી શકે છે આમંત્રણ

  આરએસએસની તુલના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબ આપવા માટે સંઘ તેમને પોતાના કાર્યક્રમમાં મહેમાની કરવાનો મોકો આપી શકે છે. એજન્સી સૂત્રોના જણાવ્યા અનુસાર 17 થી 19 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત એક પ્રોગ્રામ માટે આરએસએસ ઘણા મોટા વિપક્ષી નેતાઓને મોકો આપી શકે છે. સોમવારે સંઘના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે જણાવ્યું હતું કે […]

Top Stories India Politics

 

આરએસએસની તુલના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબ આપવા માટે સંઘ તેમને પોતાના કાર્યક્રમમાં મહેમાની કરવાનો મોકો આપી શકે છે. એજન્સી સૂત્રોના જણાવ્યા અનુસાર 17 થી 19 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત એક પ્રોગ્રામ માટે આરએસએસ ઘણા મોટા વિપક્ષી નેતાઓને મોકો આપી શકે છે.

સોમવારે સંઘના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ઘણા રાજનીતિક અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આમંત્રિત કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધી ઘણા સમયથી આરએસએસ પર પ્રહાર કરી રહ્યા છે.

એટલું જ નહીં પરંતુ જર્મની પછી બ્રિટનનાં પ્રવાસે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પ્રસિદ્ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માં ભારતીય સમુદાયોના છાત્રો સાથે વાતચીત દરમિયાન 2019 ની ચૂંટણીને આરએસએસ અને ભાજપ વિરુદ્ધ પુરા વિપક્ષની લડાઈ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું ભારતમાં પહેલી વાર એવું થાય છે કે કોઈ સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયાસો કરી રહ્યું છે. એવામાં બધાની નજરો આરએસએસના રાહુલ ગાંધીને આપવામાં આવતા આમંત્રણ પર જ છે.