Junagadh News : જૂનાગઢમાં 110 વર્ષીય અશક્ત વૃધ્ધાનું છીંછરા પાણીમાં પગ લપસી જતા મોત નીપજ્યુ હતું. આ બનાવ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં બન્યો હતો. જેમાં 110 વર્ષીય અસક્ત વૃદ્ધા મેણીબેન બચુભાઈ ડાકીની વોકળા કાંઠે પગ લપસવાથી મોત થયું હતું. વહેલી સવારે કુદરતી હાજતે જતા સમયે બનેલી આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

કેશોદ શહેરના ઉતાવળિયા વોકળા કાંઠે આવેલા એક મકાનમાં મેણીબેન બચુભાઈ ડાકી નામનાં 110 વર્ષનાં વૃદ્ધા ઘણાં વર્ષોથી એકલાં રહેતાં હતાં. આજે વહેલી સવારે તેઓ કુદરતી હાજતે જવા માટે વોકળા કાંઠે ગયા હતા. તે સમયે અચાનક તેમનો પગ લપસી ગયો અને તેઓ છીછરા પાણીમાં પડી ગયા.આ ઘટનાની જાણ પાડોશીઓને થતાં તેઓ તાત્કાલિક મેણીબેનને બહાર કાઢ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, વૃદ્ધાના શરીર પર કોઈ ઇજાના નિશાન મળ્યા નથી. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે અસક્ત શરીરના કારણે તેઓ છીછરા પાણીમાં ગરકાવ થાય તે પહેલાં જ તેમનું મોત થયું હશે. વૃદ્ધા એકલાં રહેતા હોવાથી તેમના મૃત્યુના સમાચાર મળતાં જ દૂર રહેતા તેમના સગા-સંબંધીઓ અને પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
આ પણ વાંચો:ભુજ તાલુકા પંચાયતનો ગ્રામ સેવક લાંચ લેતા ઝડપાયો, ટેકનિકલ આસીસ્ટંટ સામે ગુનો દાખલ
આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ
