રાજ્યમાં હાલ ચૂંટણીની મોસમ ચાલી રહી હોય તેમ એક તરફ ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સામાન્ય અને પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો બીજી બાજુ કર્ણાવતી ક્લબ માં પણ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. નવ સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ક્લબ મેનેજમેન્ટ ઈ-વોટીંગથી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે ત્યારે હાલ તો ક્લબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
કર્ણાવતી ક્લબમાં દર વર્ષે રોટેશન મુજબ 10 ડાયરેક્ચર્સ રિટાયર્ડ થાય છે અને એ જ રીતે આ વખતે પણ 10 ડાયરેક્ટર્સ માટે ચૂંટણી જાહેર થઈ છે. વર્તમાન સત્તાધારી મેનેજમેન્ટની વાત કરીએ તો હાલ એન. જી. પટેલ ક્લબના પ્રમુખ છે અને હાલના હોદ્દેદારો ભાજપ સમર્થિત પેનલ છે. આવા સંજાેગોમાં ક્લબના હોદ્દેદારો માટે ક્લબમાં ઈલેકશનના બદલે સિલેકશનથી કામ પતાવવાનું વધુ આસાન ગણી શકાય. ક્લબ મેનેજમેન્ટ પણ જાેકે સિલેકશનથી જ કામ પતાવવાની વેતરણમાં છે. 10 ડાયરેક્ટર્સ પૈકી જૂના માત્ર છ ડાયરેક્ટર્સને જ રિપીટ કરાશે જ્યારે નવા ચાર ડાયરેક્ટર્સ ફોર્મ ભરવાના છે. નવા આવનારા ચાર ડાયરેક્ટર્સમાં પૂર્વ કો-ઓપ્ટ ડાયરેક્ટર આશિષ અમીન, અનિલ પટેલ, પૂર્વ ડાયરેક્ટર વિરાજ મહેતા અને પૂર્વ કો-ઓપ્ટ ડાયરેક્ટર મનસ્વી થાપરનો સમાવેશ થાય છે. આ ચાર નવા આવેલા ચહેરા એડવાઈઝરી કમિટી ચેરમેન ગિરીશ દાણીના જૂથના હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. રાજપથ અને કર્ણાવતી ક્લબ પર વર્ષો સુધી એકહથ્થુ શાસન ભોગવનારા ગિરીશ દાણી જાેકે હવે વર્તમાન ક્લબ મેનેજમેન્ટની સામે નહી પણ સાથે છે. ગિરીશ દાણીના સમયમાં બનેલુ સ્પોર્ટસ કોમ્પલેક્સ જાેકે હજુ પણ વિવાદમાં જ છે. કર્ણાવતી ક્લબનુ વર્તમાન મેનેજમેન્ટ ભાજપ સમર્થિત હોવા છતાં અને છેલ્લા પાંચ કરતા વધુ વર્ષોથી ક્લબમાં સત્તા પર હોવા છતાં આ વિવાદ હજુ પણ વણઉકેલ્યો રહ્યો છે. હજુ પણ ક્લબ મેનેજમેન્ટ કરોડોના ખર્ચે તૈયાર થયેલુ સ્પોર્ટસ કોમ્પલેક્સ ખોલાવી શક્યુ નથી. આ કોમ્પલેક્સ ફરી ખોલાવવા માટે સભ્યો પણ માગણી કરી રહ્યા છે.

જાેકે આ વખતે ક્લબ મેનેજમેન્ટનું માનવુ છે કે સભ્યો તેમની કામગીરીથી ખુશ છે અને માટે જ કોઈ તેમની સામે ફોર્મ ભરશે પણ નહી. પરિણામે ચૂંટણી યોજાવાની શક્યતા પણ નહી રહે. ક્લબના સેક્રેટરી કેતન પટેલે મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે સૌ સભ્યો ક્લબ મેનેજમેન્ટની સાથે જ છે અને માટે આ વખતે અમારી સામે કોઈ પેનલ બનશે નહી અને તેથી જ ઈલેકશન નહી પણ સિલેકશનથી જ કામ પતી જશે. કેતન પટેલ અત્યંત વિશ્વાસ સાથે આ વાત કરી રહ્યા છે તો બીજી બાજુ ક્લબના સભ્ય કૃષ્ણકાંત અગ્રવાલ ફોર્મ ભરીને ચૂંટણી લડવાના મૂડમાં છે. કૃષ્ણકાંત અગ્રવાલે અગાઉ રાજપથ ક્લબની ચૂૂટણીમાં પણ એકલા હાથે ઝંપલાવ્યુ હતુ અને ડિપોઝી ગુમાવી હતી. એ વખતે રાજપથ ક્લબના તત્કાલિન શાસકોએ તેમનુ ફોર્મ પરત ખેચાવવા માટે શામ, દામ, દંડ, ભેદની નિતી પણ અપનાવી હતી તેવો આક્ષેપ પણ અગ્રવાલે જે-તે સમયે કરેલો. જાેકે તેમ છતાં અગ્રવાલ હજુ હિંમત હાર્યા નથી અને હવે તેઓ કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. કૃષ્ણકાંત અગ્રવાલે મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે “હુ આ વખતે પણ હારવાની તૈયારી સાથે લડવાનો છુ. રાજપથ ક્લબની ચૂંટણી વખતે ભલે મે ડિપોઝીટ ગુમાવી હોય પણ સભ્યનો અવાજ બનીને હું એકલા હાથે લડીશ.” જાેકે વર્તમાન ક્લબ મેનેજમેન્ટ અગ્રવાલને ચૂંટણી માટે ફોર્મ ભરવા દે છે કેમ તે જાેવાનું રહે છે.
ક્લબ મેનેજમેન્ટે આ વખતે કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ઈ-વોટિંગથી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. 9 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 16 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેચવાની તારીખ છે. બાદમાં 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સભ્યો ઈ-વોટિંગથી પોતાનો મત આપી શકશે. જાેકે કૃષ્ણકાંત અગ્રવાલ ઈ-વોટિંગની વિશ્વસનિયતા સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે જૂથવાદ રચીને ઈ-વોટિંગમાં ગેરરિતી આચરી શકાય છે. આમ પણ સરકાર જ્યારે ચૂંટણીની જાહેરાત કરી દેતી હોય ત્યારે ક્લબે શા માટે ઈ-વોટિંગનો આગ્રહ રાખવો જાેઈએ? કર્ણાવતી ક્લબમાં પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજાવી જાેઈએ તેવી માગણી અગ્રવાલે કરી છે. જાેકે કૃષ્ણકાંત અગ્રવાલ હજુ 9 સપ્ટેમ્બરના ફોર્મ ભરવાના છે પણ તે પહેલા ક્લબ મેનેજમેન્ટ તેમને ફો્ર્મ ભરવા દે છે કે પછી ફોર્મ નહી ભરવા દેવા માટે સમજાવવામાં સફળ રહે છે તે જાેવુ રહ્યુ.
નેતાઓને ઘી-કેળા / જનતા બે છેડા ભેગા કરવા મથી રહી છે ત્યારે નેતાઓના પગારમાં તોતિંગ વધારો
Golden Opportunity / MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM વિજય રૂપાણી
અફઘાનિસ્તાન / પંજશીર ખીણના લોકોએ કહ્યું – તાલિબાન જૂઠું બોલી રહ્યું છે, અમે હજુ પણ આઝાદ છીએ
