Rajkot News/ રાજકોટના મેયર ફરી એકવાર વિવાદમાં : સ્ટેજ પર સ્થાન મળતા કાર્યક્રમ છોડી રવાના થઈ ગયા

મેયર આવતા બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાય હતી

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટના મેયર અવારનવાર વિવાદોમાં ફસાય છે.  મેયર નયનાબેન પેઢડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.  જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મેયર નયનાબેન પેઢડિયા વિવાદમાં આવ્યા હતા. મેયર નયનાબેન પેઢડિયાને સ્ટેજ પર સ્થાન ન મળતા તેઓ કાર્યક્રમ છોડી નીકળી ગયા. માહતી મુજબ  મેયરને એક અઠવાડિયા પહેલા આમંત્રણ આપ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હોવાથી પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવી હતી.

રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, હું કાર્યક્રમમાં ગઈ પરંતુ સ્ટેજ પર મારી બેઠક વ્યવસ્થા નહોતી, રજિસ્ટ્રારની સીટ પર બેસવા કહ્યું પણ તે યોગ્ય ન કહેવાય. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસૂરિયાની ઉપસ્થિતિમાં મેયર કાર્યક્રમ છોડી રવાના થઈ ગયા હતા. કાર્યક્રમ શરૂ થઈ ગયા બાદ મેયર આવતા બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાય હતી.

રાજ્યપાલની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહ્યા નહોતા. આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. બીજી બાજુ સમારોહમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રણ આપ્યું હતું. પરંતુ જ્યારે તેઓ કાર્યક્રમમાં આવ્યા ત્યારે ન કોઈ તેમને લેવા ગયું કે ન તેમને સ્ટેજ પર સ્થાન મળ્યું. પરંતુ મેયરને સ્ટેજની નીચે જ્યાં પ્રોફેસરો બેઠા હતા ત્યાં બેસવાનું જણાવવામાં આવતા મેયર કાર્યક્રમમાંથી નીકળી જતા વિવાદ થયો હતો.

મેયર અગાઉ પણ વિવાદોમાં ફસાયા હતા

– 18 દિવસ પહેલા મેયર મહાકુંભ પ્રવાસને લઈને પણ આવ્યા હતા વિવાદમાં
– RMCના જનરલ બોર્ડ પહેલા ભાજપની સંકલન બેઠકમાંથી પણ નારાજ થઈ નીકળી ગયા, પછી મનામણા કરવા પડ્યા
– સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ સ્થાન ન મળતા થયા નારાજ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં એક અઠવાડિયા પહેલા પ્રથમ નાગરિક તરીકે મને આમંત્રણ હતું, પરંતુ ત્યાં હું ગઈ તો સ્ટેજ ઉપર બેસવાની કોઈ વ્યવસ્થા ન હતી. ત્યાં રજિસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું, પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. કદાચ યુનિવર્સિટીવાળાને ધ્યાન બહાર રહી ગયું હોય જે પણ હોય બેઠક વ્યવસ્થા ન હતી એટલે હું ત્યાંથી નીકળી ગઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ