ગુજરાત પર હાલ 3 વરસાદી સિસ્ટમ એક્ટીવ છે અને સાથે સાથે સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, ત્યારે વરસાદે અમદાવાદ પર પોતની તોફાની અનરાધાર ઇનિંગ શરુ કરી દીધી હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી પાણી પાણીનાં દ્વશ્યો સર્જાયેલા જોવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આજે સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા બે કલાકમાં અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવામાં આવી છે. અમદાવાદનાં દક્ષિણ ઝોનમાં 3 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.
ઉત્તર ઝોનમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે મધ્ય ઝોનમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. પશ્ચિમ ઝોનમાં પોણા બે ઇંચ અને પૂર્વ અમદાવાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધવામાં આવતા સમગ્ર શહેરમાં પાણી પાણી જોવામાં આવી રહ્યું છે. અમદાવાદનાં વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
