Rajkot News: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire Tragedy) ની કરુણાંતિકામાં પુત્રને ગુમાવનારા પિતાનું પણ મોત થયું છે. અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના મોતના આઘાતમાં પિતાનું પણ મોત થયું છે. રાજકોટ અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ (Vishvarajsingh) નામના યુવાનનું મોત થયું હતું. તેના આઘાતમાં તેના પિતા જશુભાનું (Jashubha) પણ પુત્રના નામનું રટણ કરતાં મોત થયું છે. આમ પુત્રના મોતના આઘાતે પિતાનો પણ જીવ લીધો છે. આમ જોતાં રામના વિયોગમાં દશરથે જીવ ગુમાવ્યો તે જ રીતે પિતાએ પણ પુત્રના નામનું રટણ કરતાં-કરતાં જીવ દઈ દીધો હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે. આ અગ્નિકાંડને લઈને રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે. અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડમાં લોકોના મોત થવા મામલે SITને તપાસ સોંપવામાં આવી છે. તેમજ સરકાર પોતે જ ફરિયાદ બનતા હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું રજૂ કર્યું છે.
રાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ માહિતી આપી કે ફાયર NOC ની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા. સંચાલકો પૈસા વધુ ખર્ચવાનુ ટાળી ફાયર સેફ્ટીના સાધનો લીધા નહોતા. તો હવે આગકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના છ કોર્પોરિટર અને નેતાઓ પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે નેતાઓના નામ SITમાં ખુલવાની સંભાવના દેખાઈ રહી છે.
અગ્નિકાંડ મામલે TRP ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ મોટો ધડાકો કર્યો હતો. ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીએ ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ તોડ કરી હોવાનો SIT સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
યુવરાજ સિંહ સોલંકીએ કબૂલાત કરી કે 2023માં આગની ઘટના સમયે કોર્પોરેટરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે ડિમોલેશન અટકાવવા 1.5 લાખની માંગ કરી હતી. તેમજ ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં આ મામલે SITના અધિકારીઓએ વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: નવસારીમાં પોલીસ મથકમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો: સુરતમાં કારચાલકને ઝોકું આવતા સાતને ઉડાવ્યા, ત્રણના મોત અને એક ગંભીર
આ પણ વાંચો: આ જીલ્લાઓમાં વરસાદ પડવાની IMDની આગાહી