Not Set/ કાલોલમાં વ્યાજખોરોનો ત્રાસ, પરિવારે માંગી સામૂહિક આપઘાતની મંજૂરી

પંચમહાલ પંચમહાલના કાલોલમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે સામૂહિક આપઘાતની મંજૂરી માંગી હતી. પરીવારે વ્યાજખોરોના ત્રાસથી બચવા સામુહિક આત્મહત્યા માટે જિલ્લા કલેકટર પાસે પરવાનગી માગતાં ખળભળાટ મચી ગયું છે. પરીવારજનો આક્ષેપ છે કે, પોલીસને રજૂઆતો કરવા છતાં વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા સમય અગાઉ વ્યાજખોરો તથા અન્ય સાગરીતો ગેરકાયદેસર રીતે ધરમાં ધુસી ગયા […]

Top Stories Gujarat Trending

પંચમહાલ

પંચમહાલના કાલોલમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે સામૂહિક આપઘાતની મંજૂરી માંગી હતી. પરીવારે વ્યાજખોરોના ત્રાસથી બચવા સામુહિક આત્મહત્યા માટે જિલ્લા કલેકટર પાસે પરવાનગી માગતાં ખળભળાટ મચી ગયું છે.

પરીવારજનો આક્ષેપ છે કે, પોલીસને રજૂઆતો કરવા છતાં વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

થોડા સમય અગાઉ વ્યાજખોરો તથા અન્ય સાગરીતો ગેરકાયદેસર રીતે ધરમાં ધુસી ગયા હતા અને પરીવાર જનોને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ અપાઇ હતી.

વ્યાજખોરો દુકાનમાં પણ ધૂસી સરસમાનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવના સીસીટીવી ફુટેજ પણ કેમરામાં કેદ થયા હોવા છતાં.

કાલોલ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવી હોવાનો પરીવારજનો એ આક્ષેપ કર્યો હતો. આખરે માથા ભારે વ્યાજખોરોથી ત્રાસીને પરીવારજનો એ સામુહિક આત્મહત્યા કરવાની પરવાનગી જીલ્લા કલેકટર સમક્ષ માગી હતી