Not Set/ CJI મહાભિયોગ : ઉપ-રાષ્ટ્રપતિના નિર્ણય સામે કોંગ્રસ પાર્ટીએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા

દિલ્લી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણી તેમજ સોહરાબુદ્દીન કેસની તપાસ કરી રહેલા જજ લોયા કેસમાં તટસ્થ તપાસ કરવાની અરજી ફગાવ્યા બાદ તેઓ વિરુધ લાવવામાં આવેલો મહાભિયોગની મામલે હજી પણ ધમાસાણ જોવા મળી રહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. […]

Top Stories

દિલ્લી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા દ્વારા કેસોની ફાળવણી તેમજ સોહરાબુદ્દીન કેસની તપાસ કરી રહેલા જજ લોયા કેસમાં તટસ્થ તપાસ કરવાની અરજી ફગાવ્યા બાદ તેઓ વિરુધ લાવવામાં આવેલો મહાભિયોગની મામલે હજી પણ ધમાસાણ જોવા મળી રહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને અમી યાજ્ઞિકે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા પોતાની પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે, “એક વાર સાંસદો દ્વારા મહાભિયોગના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા બાદ ઉપ-રાષ્ટ્રપતિ પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. તેમજ આ નોટિસના આધાર પર ઇન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરીને ચીફ જસ્ટિસ સામેના આરોપોની તપાસ કરાવવી જોઈએ”.

મહત્વનું છે કે, કોંગ્રેસના ૫૦થી વધુ સાંસદોના કરાયેલા હસ્તાક્ષર સાથેના પ્રસ્તાવને ઉપ-રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરાયો હતો, પરંતુ આ પ્રસ્તાવને વૈંકૈયા નાયડુએ CJI વિરુધ કોઈ સ્પષ્ટ આરોપો ન હોવાનું કારણ આપતા ફગાવી દીધો હતો.

આ મામલે કપિલ સિબ્બલ સહિતના અન્ય વકીલોએ જસ્ટિસ ચેલમેશ્વરની કોર્ટમાં ઉઠાવ્યો હતો. જસ્ટિસ ચેલમેશ્વરે આ મામલે કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણને જણાવ્યું હતું કે, જયારે આ અરજીનો નંબર આવતો નથી ત્યારે તેઓ ચીફ જસ્ટિસ પાસે જઈ શકે છે. જયારે વકીલોએ કહ્યું, જયારે આ મામલો ચીફ જસ્ટિસ સાથે જોડાયેલો છે ત્યારે તેઓ CJI પાસે લઇ શકતા નથી. ત્યારે જસ્ટિસ ચેલમેશ્વરે તમામ રાજકીય દળોને મંગળવારે આ મામલાને લાવવા માટે જણાવ્યું છે.

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જણાવ્યું, ચીફ જસ્ટિસ સામે લાવવામાં આવેલો મહાભિયોગના પ્રસ્તાવને ફગાવવાનો ઉપ-રાષ્ટ્રપતિનો નિર્ણય તર્કવિહીન ગણાવ્યો હતો. તેમજ ઉપ-રાષ્ટ્રપતિને આ નિર્ણય માટે કમ સે કમ કોલેજિયમનો ઓપિનિયન લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય ખુબ હડબડીમાં કરવામાં આવ્યો હતો.

આ પાંચ મુખ્ય આધારો પર ચીફ જસ્ટિસ સામે વિપક્ષી પાર્ટીઓ દ્વારા લાવવામાં આવ્યો મહાભિયોગ :  

૧.  દેશના સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ પર તેઓના પદને અનુરૂપ આચરણ જ થવું, પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ કેસમાં ફાયદો પહોચાડવાના આરોપ લાગ્યા બાદ તેઓ વિરુધ કરવામાં આવે ઘનિષ્ઠ તપાસ.

૨. પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટના સામનો જયારે ચીફ જસ્ટિસ સામે આવ્યો ત્યારે તેઓએ ન્યાયિક અને વહીવટી પ્રક્રિયાને કિનારે કરી હતી.

૩. કેટલાક કેસોના ચુકાદાની તારીખો સાથે છેડછાડ કરવી તેમજ એન્ટી ડેટ ઓર્ડરનો ચાર્જ લગાવવો.

૪. જમીનનું અધિગ્રહણ કરવું, ફેક એફિડેવિટ લગાવવી અને સુર્પીમ કોર્ટના જજ બન્યા બાદ ૨૦૧૩માં જમીનને સરેન્ડર કરવી. જો કે આ અંગે કોંગ્રેસ પાર્ટીના નેતા કપિલ સિબ્બલે આરોપ લગાવતા કહ્યું, “ચીફ જસ્ટિસદ્વારા ખોટું શપત લેટર દાખલ કરવામાં આવ્યો હતો અને  ૨૦૧૨ સુધી તેઓએ જમીનને પરત કરી ન હતી.

૫. કેટલાક સંવેદનશીલ મામલાઓના કેસોની ફાળવણી પોતાના પસંદગીની બેંચોને આપવી.