સુરત
સુરતના ઉન વિસ્તારમાં આવેલ પંકચરની દુકાનમાં પંકચર પુરાવવા આવેલા યુવાન પર બે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાખોર શખ્સોનો ખુલ્લેઆમ આતંક સીસીટીવીમાં કેદ થતા ચર્ચાનો વિષય પણ બન્યો છે.
સિલ્ક સીટી સુરત ક્રાઈમ સીટી તરફ આગળ લધી રહ્યું છે. ગુનેગારો ગુનોઓ કરવા માટે એલર્ટ બનતા જાય છે. જયારે બીજી બાજુ પોલીસના હાથ ગુનાઓને ડામવા માટે ટુંકા પડી રહયા છે. સુરતના ઉન વિસ્તારમાં આવેલી એક પંકચરની દુકાનમાં ઈમરાન નામનો યુવાન પંકચર પુરાવવા માટે આવ્યો હતો.
તે દરમિયાન અચાનક જ એક અજાણ્યો શખ્સ ત્યાં ઘસી આવી ઈમરાનને લાત મારી દીધી બાદમાં બીજો શખ્સ પણ લાકડાનો ફટકો અને ચાકુ લઈને ત્યાં ઘસી આવ્યો હતો. આ બંને લાકડાના ફટકા વડે ઈમરાન પર તુટી પડયા હતા.
હુમલાખોરોએ ઈમરાનના માથા અને પગના ભાગે તલવાર કે ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હોય એમ લાગી રહ્યું છે. હુમલાખોરોની કરતુત અહીં લગાવવામાં આવેલ સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
સચીન જીઆઈડીસી પોલીસે આ બંને હુમલાખોરો વિરુધ્ધ ગુનો નોંધી બનેને પકડી પાડયા છે. ઈમરાન પર હુમલાખોરોએ નજીવી વાતી અંગત અદાવતમાં કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દુકાન માલિકના જણ્વાય પ્રમાણે જો તેઓ ટાઈમ ન આવ્યા હોત તો હુમલાખોરો ઈમરાનને અહી મારી નાંખ્યો હોત, મહત્વની વાત એ છે કે, આવા ટપોરીઓ પોલીસના કોઈ પણ ડર વગર ખુલ્લેઆમ ફરી વાતાવરણ ડહોળવાની કોશિષ કરી રહ્યા છે. જયારે પોલીસે મુકપ્રેક્ષ બનીને જોઈ રહી હોય તેવું સ્પષ્ટ પણ સાબિત થઈ રહ્યું છે.
