Test series/ રોહિત શર્માની વિદેશની ધરતી પર પ્રથમ સદી, ભારતની સ્થિતિ મજબૂત

રોહિત શર્માએ પોતાની ઇનિંગથી દરેક ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા.રોહિત શર્માએ સિક્સર ફટકારીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 8 મી સદી ફટકારી

Top Stories

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ લંડનના ધ ઓવલ ખાતે રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 290 રન બનાવ્યા હતા અને 99 રનની લીડ લીધી હતી, જેને ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં પાર કરી લીધી છે.ભારતની સ્થિતિ મજબૂત છે.

 

 

ટીમ ઇન્ડિયા માટે ઓવલ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત સમજણ પૂર્વક બેટિંગ કરી હતી   ખાસ કરીને રોહિત શર્માએ પોતાની ઇનિંગથી દરેક ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા.રોહિત શર્માએ શાનદાર ઇનિંગમાં સિક્સર ફટકારીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 8 મી સદી ફટકારી હતી. તેણે 205 બોલમાં પોતાની સદી પૂરી કરી, આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.

ઉલ્લેખનીય છે કે ભારતની બીજી ઇનિગ્સની શરીઆત સારી થઇ છે હાલ ભારતે ઇગલેન્ડ પર લીડ મેળવી લીધી છે આ લખાય છે ત્યારે ભારત એક વિકેટના નુકશાન પર 199 રન કરી લીધા છે અને 100 રન લીડ મેળી લીધી છે.