india news/ CJP ના આંદોલન પહેલા નીતિન નવીનનો હુંકાર; દેશને અસ્થિર કરનારાઓને મળશે સખત સજા

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar)પર CJP ના પ્રદર્શન પહેલા ભાજપ અધ્યક્ષ નીતિન નવીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે દેશને અસ્થિર કરનારાઓને ચોક્કસ સજા મળશે.

Top Stories India
Jantar Mantar Nitin Navin takes tough stance ahead protest

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar )ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રસ્તાવિત આંદોલન અને વિરોધ પ્રદર્શન પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આક્રમક વલણ અપનાવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ સાથે થઈ રહેલા આ આંદોલનને દેશને અસ્થિર કરવાનું મોટું કાવતરું ગણાવતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવા નાપાક ઇરાદા ક્યારેય સફળ નહીં થાય અને કાયદો તથા દેશભક્ત નાગરિકો આ અરાજકતાવાદીઓને કડક સજા અપાવશે.

Jantar Mantar :”શહેરી નક્સલ માનસિકતા ધરાવતા લોકો દેશને અસ્થિર કરવા માગે છે”

નીતિન નવીને (Nitin Navin)જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં વડાપ્રધાનના નેતૃત્વમાં દેશને ભયના વાતાવરણમાંથી બહાર કાઢીને આતંકવાદ અને નક્સલવાદને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. તેમ છતાં, આજે પણ દેશમાં ‘શહેરી નક્સલ’ માનસિકતા ધરાવતા કેટલાક તત્વો સક્રિય છે જેઓ રાષ્ટ્રને અસ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીની આગેવાની હેઠળના ‘INDIA’ ગઠબંધન અને અરવિંદ કેજરીવાલના સાથી પક્ષ CJP પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ બે અરાજકતાવાદી જૂથો (Anarchist groups)દેશમાં અસ્થિરતા લાવવાની હરીફાઈ કરી રહ્યા છે, જે જનતા ક્યારેય સહન નહીં કરે.

“વિદેશી શક્તિઓના ઇશારે રમાઈ રહી છે દેશ વિરોધી રમત”

ભાજપ અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં વારંવારની હારથી ફ્રસ્ટ્રેટ થયેલા આ નેતાઓ જનતાના જનાદેશને સ્વીકારવા તૈયાર નથી. તેઓ પોતાના રાજકીય એજન્ડા અને વિદેશી તાકાતોના ઈશારે ભારતની સતત થઈ રહેલી પ્રગતિ અને આત્મનિર્ભરતાને પચાવી શકતા નથી. તેમણે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને સંબોધતા કહ્યું કે ભારતીય લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનારાઓએ સમજી લેવું જોઈએ કે દેશના 140 કરોડ નાગરિકો આ બધું ક્યારેય સ્વીકારશે નહીં.

“દેશના દેશભક્ત નાગરિકો અને સરકાર આપશે જડબાતોડ જવાબ”

નીતિન નવીને અંતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકાર અને ભાજપના કાર્યકરો આ પ્રકારના કાવતરાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યો છે અને શાંતિ તથા સમૃદ્ધિને ડહોળવા માંગતા આ શક્તિઓ સામે કાયદાકીય અને મક્કમ કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:જંતર-મંતર પર CJPનો વિરોધ: પોલીસની મંજૂરી મુદ્દે ભડક્યા નેતા

આ પણ વાંચો:CJP જંતર-મંતર પ્રદર્શન મહાસંકટ: ૨૫ હજાર જવાનો તૈનાત, ૪૫ મેટ્રો સ્ટેશનો અને નમો ભારત ટ્રેન ઠપ!

આ પણ વાંચો:‘રાજીનામું આપો, નહીં તો…’ જ્ઞાનેશ કુમારને CJPની ખુલ્લી ચીમકી!