ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે શાળાકોલેજનું શૈક્ષણિક કાર્ય છેલ્લા દોઢ વર્ષથી ઓન લાઈન ચાલી રહ્યું છે. ત્યારે શાળાના બાળકોને માસ પ્રમોશન આપવામાં આવતા કોલેજના વિધાર્થીઓની પરીક્ષાને લઇ કોકડું અટવાયું હતું. ત્યારે જે અંગે આજે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
રાજ્યના સ્નાતક કક્ષાના ફાઈનલ સેમિસ્ટર /ટર્મિનલ સેમિસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓ માટે ઓફ લાઈન પરીક્ષાનું આયોજન કરવા આદેશ કરવામાં આવ્યો છે. જુલાઈ 2021 સુધીમાં આ પરીક્ષાનું આયોજન કરવા આદેશ કરવામાં આવ્યો છે.


વધુમાં રાજ્યમાં કોરોનાના કહેરમાં ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનીવર્સીટી/ કોલેજોએ વિધાર્થીઓ, શિક્ષકો, અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે કોરોના રસીના કેમ્પનું આયોજન કરવાનું રહેશે. અને તમામ પરીક્ષાર્થીઓના વેક્સીનેશન ની વ્યવસ્થા કરવાની રહેશે.
વધુમાં દરેકે યુનીવર્સીટી/ કોલેજે પોતાના વિસ્તારની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કોરોના ગાઈડ લાઈન નું ચુસ્ત પાને પાલન કરવાનું રહેશે. સાથે વર્ગ ખંડમાં સોશિયલ ડીસ્ટન્સીંગ અને કોરોના SOP નું પાલન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ 10-12ના વિધાર્થીઓ માટે પણ માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. અને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા તેમનું પરિણામ જાહેર કરવામાં આવશે.
